ફ્રિજમાં થશે એવો ધમાકો કે ઉડી જશે હોશ, જો આ ભૂલ કરશો તો તમને પડી જશે ભારે
શિયાળામાં ઘરોનું તાપમાન ઓછું હોય છે. તેવામાં ફ્રિજ દીવાલને અડાળી રાખવાથી તેની ઠંડક બહાર નિકળી શકતી નથી અને કંપ્રેસરને વધુ કામ કરવું પડે છે. તેનાથી કંપ્રેસર ઓવરહીટ થઈ શકે છે અને ફ્રિજ ખરાબ થઈ શકે છે.
શિયાળામાં લોકો ફ્રિજમાં વધુ સામાન ભરી દેતા હોય છે. તેનાથી ફ્રિજને ઠંડક બનાવી રાખવામાં મુશ્કેલી થાય છે અને કંપ્રેસર પર વધુ ભાર પડે છે, જેનાથી તે ખરાબ થવાની સંભાવના વધી જાય છે. એટલે ફ્રિજમાં કેપિસિટીથી વધારે સામાન ન રાખો.
ફ્રિજને ક્યારેય ગરમ જગ્યા પર ન રાખો. તે ફ્રિજ ખરાબ થવાનું સામાન્ય કારણ હોય છે. શિયાળામાં ફ્રિજને હીટરની પાસે ન રાખો. ફ્રિજને હંમેશા ઠંડી અને હવા આવે તેવી જગ્યાએ રાખો.
ફ્રિજની અંદર જમા બરફ અને ગંદકી કંપ્રેસર પર વધુ ભાર આપે છે. સાથે ફ્રિજની અંદર જમા ગંદકી પણ તેને ખરાબ કરી શકે છે. એટલે તમારે નિયમિત ફ્રિજ સાફ કરવું જોઈએ.
વીજળીના ઉતાર-ચડાવથી પણ ફ્રિજ ખરાબ થઈ શકે છે. તે માટે વોલ્ટેજ સ્ટેબલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. સાથે ફ્રિજને વારંવાર ન ખોલો. તેનાથી ઠંડી હવા બહાર નિકળી જાય છે અને કંપ્રેસરે વધુ કામ કરવું પડે છે.