Rishi Kapoorની Life Story : આ એક્ટ્રેસને લગ્ન પહેલા ડેટ કરી હતી
ઋષિ કપૂરે પોતાનો શરૂઆતનો અભ્યાસ પોતાના ભાઈઓ સાથે કેમ્પિયન સ્કૂલ, મુંબઈ અને બાદમાં આગળનો અભ્યાસ મેયો કોલેજ અજમેરથી કર્યો હતો.
ઋષિ કપૂરે પોતાનો શરૂઆતનો અભ્યાસ પોતાના ભાઈઓ સાથે કેમ્પિયન સ્કૂલ, મુંબઈ અને બાદમાં આગળનો અભ્યાસ મેયો કોલેજ અજમેરથી કર્યો હતો.
ઋષિ કપૂરે બોલિવુડ એક્ટ્રેસ નીતુ કપૂરને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા, તેના બાદ તેમના લગ્ન થયા હતા. ઋષિ કપૂર અને નીતુ કપૂરને સંતનમાં બે બાળકો છે. દીકરી રિદ્ધીમાના લગ્ન બિઝનેસમેન ભારત સાહની સાથે થયા છે. તો બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને કરિશ્મા કપૂર ઋષિ કપૂરની વ્હાલી ભત્રીજીઓ છે.
ફિલ્મ પરિવારમાંથી સંબંધ હોવાને કારણે હંમેશાથી જ ઋષિ કપૂરને એક્ટિંગમાં રસ હતો. ઋષિ કપૂર વર્ષ 1970માં પિતાની ફિલ્મ મેરા નામ જોકરથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્માં ઋષિ કપૂરે પોતાના પિતાના બાળપણનો રોલ ભજવ્યો હતો. જોકે, અભિનેતા તરીકે તેઓએ વર્ષ 1973માં રિલીઝ થયેલી બોબી ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે લીડ ભૂમિકામાં એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા હતા. જિંદાદીલ, બારુદ, કભી કભી, અમર અકબર એન્થોની, નાગિન, સિંદુર જેવી અનેક ફિલ્મોમાં તેઓનો અભિનય છે. તેની અંતિમ ફિલ્મ ‘ધ બોડી’ છે. આ ફિલ્મ રિલીઝ પણ થઈ હતી, જેમાં તેમની સાથે ઈમરાન હાશ્મીએ કામ કર્યું છે.
ઋષિ કપૂરને તેમના બેસ્ટ અભિનય માટે અનેક એવોર્ડથી નવાજમાં આવ્યા છે. એવોર્ડની લિસ્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ, ફિલ્મ ફેર લાઈફટાઈમ એવોર્ડ, સ્ક્રીન લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, સ્ક્રીન એવોર્ડ, ઝી સિને એવોર્ડ સહિત અનેક એવોર્ડ સામેલ છે. (ફોટા સાભાર - તમામ તસવીરો નીતુ કપૂરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે)