Fitness Hacks: નવા વર્ષે પુરી થશે દીપિકા પાદુકોણ જેવા ફીગરની ઇચ્છા, રૂટિનમાં સામેલ કરો ફ્રૂટ ડાયટ
વેટ લોસ માટે નાસ્તામાં સફરજન, દ્રાક્ષ, જાંબુ અને એવોકેડો જેવા ફળ ખાઇ શકો છો. પ્રોટીન, વિટામીન અને ફાઇબરથી ભરપૂર આ ફળ પોષણ આપવાની સાથે જ વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ફળોમાં શુગરનું લેવલ ખૂબ ઓછું હોય છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વજન ઓછું કરવા માટે લંચમાં કેળા અને તરબૂચ જેવા ફળ ખાઇ શકો છો. તેનાથી જલદી પેટ ભરાયેલું લાગે છે. તમે કેળા અથવા તરબૂચનો શેક બનાવીને પણ પી શકો છો. સાથે જ આ ફ્રૂટ્સ કેલેરીથી ભરપૂર હોય છે અને ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
રાત્રે ખાવામાં વધુ પાણીવાળા ફળોને પોતાના ડાયટનો ભાગ બનાવવો ફાયદાકારક રહેશે. તરબૂચ અને ટેટી જેવા ફળ ડિનરમાં સામેલ કરી શકો છો. તેનાથી પેટ ભરેલું લાગશે. ડિનરમાં હાઇ ફાઇબર વાળા ફળ જ ખાવ.
વિટામિન સી અને એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર ફળ ખાવ. ઓછા ગ્લાઇસીમિક ઇંડેક્સવાળા ફળ ખાવા વધુ ફાયદાકારક હોય છે. વધુ ગ્લાઇસીમિક ઇંડેક્સવાળા ફળોની ડાયટથી ડાયાબિટીઝ જેવી પરેશાની વધી શકે છે.
વજન ઓછું કરવા માટે પણ પ્રોપર ડાયટ લેવું જરૂરી છે. આ ત્રણેય મીલ્સ ઉપરાંત તમે વચ્ચે ફ્રૂટ સલાડ, લાઇટ જ્યૂસ અને શેક પી શકો છો.