Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ 4 ફળ, રોજ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે
જરદાળુને અંગ્રેજીમાં એપ્રિકોટ કહેવાય છે તે ફાઇબર, પોટેશિયમ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. એપ્રિકોટ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ટેસ્ટી હેલ્ધી સ્નેક તરીકે ખાઈ શકો છો.
ખજૂર પણ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં ફાઇબર સહિત એવા પોષક તત્વ હોય છે જે વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ખજૂરને તમે અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો.
હેલ્ધી ફેટ અને બેટા સિટોસ્ટેરોલ હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એવોકાડોને તમે રોટલી સલાડ કે બ્રેડ સાથે લઈ શકો છો.
સફરજન વિશે તો કહેવાય જ છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે રોજ એક સફરજન ખાવું જોઈએ. તેનાથી હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટે છે અને બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકે છે.