G-20 Summit: પીએમ મોદીએ વિદેશી રાષ્ટ્રધ્યક્ષોને આપી ગુજરાતમાં બનેલી ખાસ વસ્તુઓની ભેટ
પ્રધાનમંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને શ્રીનગર રાસાનું પેન્ટિંગ ભેટમાં આપ્યું હતું. આ હિમાચલ પ્રદેશમાં નેચરલ કલર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને માતાની પછેડી ભેટમાં આપી હતી. આ ગુજરાતનું હાથબનાવટનું કાપડ છે અને માતા દેવીનું નિવાસસ્થાન મંદિરોમાં અર્પણ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને છોડાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા તૈયાર કરેલ પિથોરા ભેટમાં આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને પાટણ પટોળા દુપટ્ટો ભેટમાં આવ્યો હતો. આ દુપટ્ટો પોતાની વિશિષ્ટ ડિઝાઇન માટે જાણીતો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રૌં અને સિંગાપુરના પ્રધાનમંત્રી લી હસિન અને જર્મનીના ચાન્સલરને કચ્છનું અગાતે બાઉલ ભેટમાં આપ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સુરતના સિલ્વર બાઉલ અને હિમાચલની કિન્નુરી શવાલ ભેટમાં આપી હતી.
પ્રધાનમંત્રીએ જી-20 સમિટ દરમિયાન સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને હિમાચલ પ્રદેશના કુનલ બ્રાસ સેટ (Kanal Brass Set) ભેટમાં આપ્યો હતો. આ હિમાચલના મંડી અને કુલ્લીની ખાસ ઓળખ છે.