G20 Summit 2023: કોઇની સાથે હાથ મિલાવ્યો તો કોઇને ગળે મળ્યા, PM એ આ રીતે કરી મુલાકાત

Sat, 09 Sep 2023-4:36 pm,

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચેની મુલાકાતમાં ઘણી ઉષ્મા જોવા મળી હતી. આ દરમિયાન બિડેન અને પીએમ મોદીએ ગળે લગાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બિડેનને વેલકમ સ્પેસ પર બનાવેલ કોર્ણાંકના ચક્રને પણ બાઇડેનને બતાવ્યું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું પણ સ્વાગત કર્યું હતું. મીટિંગ દરમિયાન બંને ખૂબ હસતા જોવા મળ્યા હતા. વેલકમ સ્પેસમાં મીટિંગ દરમિયાન બંને થોડીવાર વાતો કરતા રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું પણ સ્વાગત કર્યું હતું. મીટિંગ દરમિયાન બંને ખૂબ હસતા જોવા મળ્યા હતા. વેલકમ સ્પેસમાં મીટિંગ દરમિયાન બંને થોડીવાર વાતો કરતા રહ્યા.

પીએમ મોદીએ ભારત મંડપમના વેલકમ સ્પેસ ખાતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારત મંડપમમાં રામાફોસાનું સ્વાગત કર્યું. બેઠક દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા.

PM મોદીએ ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G20 બેઠકમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને પણ મળ્યા હતા. બંને નેતાઓ ભારત મંડપમના ગ્લોબલ સ્પેસમાં ઉષ્માભર્યા મળ્યા હતા. બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.

G20 સમિટ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનું પણ વડાપ્રધાન મોદી દ્વારા ઈન્ડિયા પેવેલિયનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વેલકમ સ્પેસ ખાતે મળ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link