G-20 Summit: જો બાઈડન જ્યારે પોતે PM મોદીને મળવા પહોંચ્યા, આ Photos જોઈને દુનિયા અચંબિત!
તમે જ્યારે જોયું હશે કે આંતરરાષ્ટ્રીય મંચ પર જ્યારે પણ કોઈ મોટા સંગઠનની બેઠક થતી હોય છે ત્યારે તેમાં સમગ્ર દુનિયાની નજર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોના સર્વોચ્ચ નેતાઓ પર હોય છે અને અહીં આ દેશોનો જ એજન્ડા ચાલતો હોય છે. ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ સંલગ્ન ખબરો આંતરરાષ્ટ્રીય મીડિયાનો ભાગ રહેતી હતી પરંતુ હવે આંતરરાષ્ટ્રીય મંચો પર જોવા મળતી તસવીરો બદલાઈ છે. ખબરો જોવાનો અને સમજવાનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે.
હવે દુનિયાના દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર હિન્દુસ્તાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દુનિયાની નજર હોય છે. પીએમ મોદી સાથે વાતચીત કરવા માટે અને હાથ મિલાવવા માટે અમેરિકાથી લઈને બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આતુર રહે છે. ભારત જે એજન્ડા અને લક્ષ્ય દુનિયા માટે નક્કી કરે છે તેના પર સમગ્ર દુનિયાની મહોર લાગે છે. તેના પર દુનિયાના દેશો એકમત થાય છે. વિક્સિત હોય કે વિકાસશીલ દેશ આજે પણ ભારતને એક આશાભરી નજરે જુએ છે અને આવું જ કઈક જી20ની બેઠકમાં થયું.
પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ. બાલીમાં જી20ની દિવસભરની બેઠક બાદ ડિનરનું આયોજન કરાયું હતું. આ દરમિયાન પીએમ મોદી અને જિનપિંગ એકબીજાની આમને સામને આવ્યા. ત્યારબાદ બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડીવાર વાતચીત પણ કરી. જો કે આ સમગ્ર મુલાકાત સંપૂર્ણ રીતે અનૌપચારિક હતી. ભારત અને ચીન વચ્ચે હજુ સુધી કોઈ દ્વિપક્ષીય વાર્તાનો કાર્યક્રમ નક્કી નથી.
ઈન્ડોનેશિયાના બાલીમાં G20 બેઠકના પહેલા સેશનમાં પણ જી20 નેતાઓ વચ્ચે ફૂડ એન્ડ એનર્જી સિક્યુરિટી પર ચર્ચા થઈ. બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતે મોદીને મળવા માટે પહોંચ્યા. વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી મોદી બાઈડેનને જોઈ શક્યા નહતા. તેઓ બીજા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈડેને તેને બોલાવ્યા અને પછી બંને હસતા હસતા ગળે મળ્યા. આ અનૌપચારિક મુલાકાત અને બોડી લેંગ્વેજ પણ જોવા જેવી છે.
સામાન્ય રીતે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય મંચ પર દરેક મુલાકાત પહેલેથી નક્કી હોય છે. એક એક મિનિટની તૈયારી હોય છે. કોને મળવાનું છે, કયા મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. બેઠકમાં કોણ કોણ સામેલ થશે. બધુ પહેલેથી નક્કી હોય છે અને તેમાં પ્રોટોકોલનું પાલન થતું હોય છે. પરંતુ જો બાઈડેનની પીએમ મોદી સાથે મુલાકાત કોઈ પ્રોટોકોલનો ભાગ નહતી. પરંતુ બાઈડેન અને મોદીની મુલાકાત તો એક મિત્ર બીજા મિત્રને મળે તે પ્રકારે જોવા મળી હતી.
પ્રધાનમંત્રી બન્યા બાદ ઋષિ સુનક અને પ્રધાનમંત્રી મોદીની પણ પહેલીવાર મુલાકાત આ મંચ પર થઈ. પરંતુ બંનેની મુલાકાતની તસવીરો જોઈને એવું લાગે નહીં કે આ તેમની પહેલી મુલાકાત હશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈનેન્યુઅલ મેક્રોન સાથે પણ પીએમ મોદીની મુલાકાત સૂચક રહી. આ મુલાકાતનો એક વીડિયો પણ હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.