Gaganyaan Launch: `સૂરજ ચાંદ તો ઝાંખી છે, આખું આકાશ બાકી છે`, ગગનયાનના લોન્ચિંગને લઇને આવ્યા મોટા સમાચાર
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે સૌર મિશન સંબંધિત આદિત્ય-એલ1ના સફળ લોન્ચિંગની પ્રશંસા કરતા ગગનયાન પ્રોજેક્ટ પર મોટી અપડેટ આપી છે. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ગગનયાનનું આગામી પરીક્ષણ ઓક્ટોબરમાં થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં જ ગગનયાનની પ્રથમ ટેસ્ટ ઉડાન થશે, જે ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ આ વર્ષે લોકસભામાં કહ્યું હતું કે, 'પહેલા ટેસ્ટ વ્હીકલ મિશન (Test Vehicle), TV-D1, 2023માં યોજનાબદ્ધ છે. આ પછી બીજા ટેસ્ટ યાન TV-D2 મિશન અને 2024ના પ્રથમ ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે, જે ગગનયાન (LVM3-G1)નું પ્રથમ માનવરહિત મિશન હશે.
આગળની તૈયારીઓ અંગે, એવું કહેવામાં આવ્યું હતું કે સફળ પરીક્ષણ વાહનો અને ક્રૂડ મિશનના પરિણામોના આધારે, 2024 ના અંત સુધીમાં ક્રૂડ મિશન મોકલવાની યોજના પ્રસ્તાવિત છે.
ગગનયાન સ્પેસ ફ્લાઇટ મિશન હેઠળ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. ગગનયાન મિશન હેઠળ, ISRO તેના અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિમી ઉપર અવકાશમાં મુસાફરી કરાવશે.
ઈસરોએ ભારતીય વાયુસેનાને આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવા જણાવ્યું હતું. આ મિશનમાં ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડને પણ સામેલ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આ મિશન માટે એરફોર્સના કેટલાક કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ અવકાશયાત્રીઓ તરીકે તૈયાર કરવા માટે બેંગલુરુના ISRO કેન્દ્રમાં તાલીમ લઈ રહ્યા છે.
ગગનયાન મિશન સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આમાં ભૂલને કોઈ અવકાશ નથી. એટલા માટે સતત સુનિશ્ચિત કરવામાં આવે છે કે મિશન દરેક સંજોગોમાં સફળ થાય. અન્ય તૈયારીઓમાં વધારાના અબોર્ટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આ એક માનવસહિત મિશન હોવાથી કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તરત જ મિશનને રદ્દ કરવા અને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.