ગણતરીના કલાકોમાં બનશે પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનકુબેર, ધન-સંપત્તિ, માન-મોભો વધશે
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો ગોચર કરીને અનેક શુભ કે અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની જીવન તમામ રાશિના જાતકો પર પડે છે. અત્રે જણાવવાનું કે 29 જુલાઈના રોજ ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે. 29મી જુલાઈએ ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ તો ત્યાં પહેલેથી જ બિરાજમાન છે. જેના કારણે ગજકેસરી રાજયોગ બનશે. આ રાજયોગના પ્રભાવથી 3 રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૃષભ રાશિવાળા માટે ગજકેસરી યોગ ખુબ ભાગ્યશાળી રહી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. આ સાથે તમારી બૌદ્ધિક ક્ષમતા પણ સારી રહેશે. તમારી બૌદ્ધિક ક્ષમતાના દમ પર તમે વેપારમાં સારો એવો ફાયદો મેળવી શકશો. પરિણીતોનું ગૃહસ્થ જીવન શાનદાર રહેશે. નોકરીયાતોને પ્રમોશન, પદોન્નતિ થાય તેવા યોગ છે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
ગજકેસરી રાજયોગ કન્યા રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમાં ભાવ પર બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સમયગાળામાં અનેક સારી તકો મળી શકે છે. દેશ વિદેશની મુસાફરી થાય તેવા યોગ છે. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
સિંહ રાશિવાળા માટે ગજકેસરી રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમા ભાવ પર બની રહ્યો છે. આથી તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ તમે કોઈ નવું વાહન કે ઘર સંપત્તિ ખરીદી શકો છો. બેરોજગારોને નોકરીની તક મળી શકે છે. વેપાર કરતા હશો તો સારો એવો ધનલાભ થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.