વિદેશ જવાના અભરખા ગાંધીનગરના કપલને ભારે પડ્યા! ગામને જમણવાર કરી નીકળ્યા, ને અઠવાડિયામાં પાછા ડિપોર્ટ કરાયા

Sat, 03 Aug 2024-5:43 pm,

ઉત્તર ગુજરાતમાં લોકોને વિદેશ જવાનો મોહ વધારે છે. આવામાં એક કપલ પણ યુકે પહોંચી ગયું હતું. પરંતું તેમની સાથે એવું કંઈક બન્યું કે તેમને અઠવાડિયામા જ પરત મોકલી દેવાયા હતા. પતિ પત્નીએ યુકે જવા માટે 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, એટલુ જ નહિ ગામમાં જતા પહેલા 500 લોકોનો જમણવાર પણ કરાવ્યો હતો. 

વાત એમ હતી કે, માંડ 10 ધોરણ સુધી ભણેલા ગાંધીનગરના દહેગામનું કપલ દૂધની ડેરી ચલાવતું હતું. પરંતું તેમને અન્ય લોકોને જોઈને યુકે જવાની ઈચ્છા થઈ. તેથી તેઓએ એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. આ માટે તેઓએ એજન્ટની 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. યુકે જવાની ઈચ્છા પૂરી થઈ તેથી તેઓએ ગામથી જતા પહેલા જમણવાર કર્યો હતો. રંગેચંગે પોતાના વિદેશ જવાની જાહેરાત પણ કરી હતી. એટલું જ નહિ, વિદેશ જતા પહેલા તેમણે રાજસ્થાનની પણ ટ્રીપ મારી. 

આ બાદ કપલ બોરિયા બિસ્તરા બાંધીને યુકે જવા નીકળ્યું. 15 જુલાઈની આસપાસ કપલ હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરપોર્ટ પહોંચતા જ તેમને અંગ્રેજીમાં સવાલો કરવામાં આવ્યા હતા, જેના જવાબ બંનેમાંથી એક પણ આપી શક્યા નહિ. અંગ્રેજી આવડતુ ન હોવાથી તેમને ફાંફા પડ્યા હતા. એટલું જ નહિ, આ કપલ લંડનથી જે જગ્યાએ જવાનું હતું તેના એડ્રેસ સહિતની વિગતો લઈને ત્યાં પણ પોલીસ તપાસ કરવામાં આવી હતી, તેમની પાસે જે કંપનીનો સ્પોન્સરશિપ લેટર હતો તે પણ શંકાસ્પદ લાગતા આખરે 15 કલાક સુધી એરપોર્ટ પર બેસાડી રાખ્યા હતા. 

આ બાદ આ પતિ-પત્નીને જવા દેવામાં આવ્યા હતા. જોકે, તે પહેલા તેમને વોર્નિંગ આપવામાં આવી હતી કે જો તેમણે એક અઠવાડિયાની અંદર તેમના પેપર્સ રજૂ ના કર્યા તો તેમને યુકે છોડવું પડશે. આમ, એક અઠવાડિયામાં દંપતીને પરત ભારત ફરવુ પડ્યું. એટલું જ નહિ, એરપોર્ટ પર આ કપલનો લગેજ પણ ચેક કરવામાં આવ્યો હતો, જેમાં તેમની બેગ્સમાંથી બ્યૂટિપાર્લરનો સામાન મળતાં ઈમિગ્રેશન ઓફિસરની શંકા વધુ મજબૂત બની હતી. 

દર વર્ષે આ રીતે અસંખ્ય લોકો વિદેશ જવાની લ્હાયમાં લાખો રૂપિયા કમાવે છે, જેનો લાભ લેભાગુ એજન્ટ લે છે. કંઈ પણ થયા બાદ એજન્ટ પણ હાથ અદ્ધ કરી દે છે, અથવા ગાયબ થઈ જાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link