10 થી 12 જાન્યુઆરીએ ગાંધીનગરના આ રસ્તાઓ રહેશે બંધ, વાઈબ્રન્ટ ગુજરાત માટે પોલીસનું જાહેરનામું
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગાંધીનગર ખ રોડ અને ગ રોડ મહાનુભાવો અને ડેલીગેટસ માટે બંધ રહેશે. એક સેક્ટરમાંથી બીજા રોડમાં જઈ શકાશે. ભારે વાહનો માટે નાના ચીલોડાથી વૈષેણવદેવી તરફ જઈ શકાશે નહિ. બંધ કરાયેલા રસ્તાઓ માટે ડાયવર્ઝન ઉભું કરાયું છે.
રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત માટે પૂરતી તૈયારી કરી લેવાઈ છે. મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર રસ્તાઓ પર બંદોબસ્ત કરાયો છે. ડિજીપી રેંકના અધિકારીઓ સુપરવિઝન કરશે. ૭ હજાર પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરાશે. પાર્કિંગ અને રોડ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આરએફઆઈડી ટેગનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રિન્સ 9 જાન્યુઆરીએ સંયુક્ત રોડ શો કરશે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી બંને મહાનુભાવોનો ભવ્ય રોડ શો નીકળશે. મહાનુભાવોના આગમનને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવાઈ છે.
1 ADGP, 06 IGP/DIGP, 21 એસપી, 69 ડીવાયએસપી, 233 પીઆઈ, 391 પીએસઆઈ, 5520 પોલીસકર્મી, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વોડ, 08 QRT ટીમ, 15 BDDS, 24 ટ્રાફિક ક્રેન