Ganesh Chaturthi 2020: રાજનેતાઓએ આ રીતે કર્યું વિઘ્નહર્તા ગણપતિનું સ્વાગત, જુઓ PHOTOS

Sat, 22 Aug 2020-5:34 pm,

ઉદ્ધવ ઠાકરેએ પત્ની રશ્મિ ઠાકરે, પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે સાથે ગણપતિ બપ્પાની આરાધના કરી. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સરકારી નિવાસ વર્ષામાં ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે. આ દરમિયાન તે ગણપતિની આરતી કરતાં જોવા મળ્યા.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર સ્થિત પોતાના નિવાસ પર ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે. આ દરમિયાન તેમનો પરિવાર પારંપારિક વેશભૂષામાં જોવા મળ્યો.

વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજા કરીને ગડકરી પરિવારે બપ્પાની મૂર્તિની સ્થાપના કરતાં આરતી કરી. 

શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યકારી સંપાદક અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત મહારાષ્ટ્રના અલીબાગમાં પોતાના ઘરમાં ગણપતિ બપ્પાની આરાધનામાં લાગ્યા હતા. 

સંજય રાઉતે પોતાની પત્ની સંગ વિઘ્નહર્તા ગણપતિ બપ્પાની પૂજા અર્ચના કરી અને તેમના આર્શિવાદ પ્રાપ્ત કર્યા. 

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા પંકજા મુંડેએ પણ બપ્પાનું જોરદાર રીતે સ્વાગત કર્યું. આ તસવીરમાં તે બપ્પાને તિલક લગાવતી જોવા મળી રહી છે. 

ઘર પર વિધિ વિધાન અને પરંપરાની સાથે ગણપતિની પૂજન કર્યા બાદ તેમણે બપ્પાની સાથે એક તસવીર લીધી, જેમાં તેમનો પુરો પરિવાર જોવા મળી રહ્યો છે. 

આ તસવીર દક્ષિણ ભારતથી સામે આવી છે જેમાં તમિલનાડુ સીએમ એડપ્પાદીના ફલાનીસ્વામી (ઇપીએસ) બપ્પાના આર્શિવાદ લઇ રહ્યા છે. 

ગણેશ ચતુર્થીના અવસર પર તમિલનાડુ સીએમ ઇપીએસએ પોતાના મૂળ સલેમ જિલ્લામાં પરિવાર સંગ બપ્પાની આરતી કરી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link