100 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર જોવા મળશે આવો અદભૂત સંયોગ, બાપ્પાની કૃપાથી આ રાશિવાળા બનશે કરોડપતિ! ધન-વૈભવ વધશે

Thu, 05 Sep 2024-11:11 am,

આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે અને આ દિવસથી ગણેશ મહોત્સવની પણ શરૂઆત થશે. ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી ચાલશે અને 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની સાથે સમાપ્ત થશે. 

આ વર્ષે ભાદરવાની સુદ ગણેશ ચતુર્થી એકદમ ખાસ છે. કારણ કે 100 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, બ્રહ્મ યોગ, અને ઈન્દ્ર યોગનો સંયોગ બની રહ્યો છે. આ સાથે જ સ્વાતિ અને ચિત્રા નક્ષત્ર રહેશે. 

ગણેશ ચતુર્થી પર ગણેશ સ્થાપના અને પૂજા માટે ખુબ જ શુભ મુહૂર્ત મળશે. આ સાથે જ ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ 3 રાશિવાળા માટે ખુબ જ શુભ રહેશે. એવું કહી શકાય કે એટલા સુખ અને સમૃદ્ધિ મળશે કે ગણેશ ઉત્સવની સાથે આ લોકોના જીવનમાં પણ ઉત્સવોનો દોર શરૂ થશે. 

ગણેશ ચતુર્થી વૃષભ રાશિવાળા માટે ખુબ જ શુભ ફળ આપશે. એક એક કરીને તમારા બધા કામ બનતા જશળે. વેપારી વર્ગને તગડો ફાયદો થશે. નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમય છે. ધન દૌલત વધશે. જીવનમાં ખુશીઓનો સંચાર થશે.   

ગણેશ ઉત્સવથી કર્ક રાશિવાળાના જીવનમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળશે. આ જાતકોને અપાર ધનની પ્રાપ્તિ થશે. તમારું કામકાજ ખુબ સારું ચાલશે. સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા વધશે. 

ગણેશ પર્વ કન્યા રાશિવાળાના જીવનમાં ખુબ ધન સમૃદ્ધિ લઈને આવશે. તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. કરિયરમાં જે પણ સમસ્યાઓ હતી તે દૂર થશે. રોકાણ માટે સારો સમય છે. એકથી વધુ સ્ત્રોતોથી પૈસા આવશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link