આજે ગણેશ ચોથ પર બન્યો છે સુનફા યોગનો જબરદસ્ત સંયોગ, 5 રાશિવાળાને બંપર ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશે

Tue, 25 Jun 2024-10:59 am,

આજે મંગળવાર અને ઉપરથી  ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે. ઉત્તર  ભારત સહિત દેશના અનેક ભાગોમાં તિથિ કેલેન્ડર જોઈએ તો 15 દિવસ આગળ હોવાના કારણે ત્યાં અષાઢ મહિનો ચાલુ છે અને તે જોઈએ તો અષાઢની સંકષ્ટી ચતુર્થી ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે. જો કે આપણા ત્યાં આજે તિથિ જોઈએ તો જેઠ વદ ચોથ છે. આવા સમયે જે શુભ યોગોનું નિર્માણ થાય છે તે કોને ફાયદો કરાવી શકે તે પણ ખાસ જાણો.

આજનો દિવસ મેષ રાશિવાળા માટે શાનદાર છે. તમે ઉર્જાથી ભરેલા રહેશો. ઝડપથી તમારા કામ પૂરા કરી શકશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂરા થવાથી ખુશી મળશે. પરિવારમાં શુભ આયોજનના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનવાના યોગ છે.   

વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ શુભ છે. લાભ થાય તેવા અનેક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સંપત્તિથી લાભ થશે. પિતા તુલ્ય વ્યક્તિથી લાભ થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન કે નવી નોકરીના યોગ છે. વેપારમાં ખુબ ફાયદો થવાના યોગ છે. 

સિંહ રાશિવાળાને આજે અટવાયેલું ધન પાછું મળે તેવા ચાન્સ છે. નોકરીયાતોને સીનિયર્સનો ભરપૂર સાથ મળશે. તમારા કામ સરળતાથી પૂરા થશે. નવું કામ કે વેપાર શરૂ કરવા માટે દિવસ શુભ છે. સંતાન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.   

આજનો દિવસ તુલા રાશિવાળા માટે ખુબ સ્પેશિયલ છે. તમને ખુબ લાભ કરાવીને જશે. ડગલે ને પગલે તમને ભાગ્યનો સાથ મળશે. ધન પ્રાપ્તિના યોગ  બનશે. તમારા કામના વખાણ થશે. તમારા સંબંધ મજબૂત થશે. વિવાહ નક્કી થઈ શકે છે. 

ધનુ રાશિવાળા માટે દરેક રીતે દિવસ ખુબ સકારાત્મક છે. તમે ફરવા જઈ શકો છો. મિત્રો સાથે મોજ મસ્તી કરી શકો છો. અટવાયેલા પૈસા અચાનક પાછા મળશે. કરજથી છૂટકારો મળશે. દિવસ પ્રગતિ કરાવે  તેવો છે. અનેક ઘરેલું કામ પણ પૂરા થઈ જશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link