ક્યાંક કોરોનાના ડોક્ટર તો ક્યાંક કોરોના સંહારક ગણપતિ બાપ્પા, જુઓ Photo
ગુજરાતના સુરતમાં રહેતા મૂર્તિકાર આશિષ પટેલની કલ્પનાશીલતાની તો તમે વાહ-વાહ કરી ઉઠશો અને શ્રીગણેશની સામે નતમસ્કત થઇ જશો. પટેલે તેમની અદ્ભુત કલાનો પરિચય આપતા કોરોના સંહારક ગણપતિનું સર્જન કર્યું છે.
કર્ણાટકના બેંગલુરુમાં એક મૂર્તિકારે ખુબ જ રચનાત્મક ગણપતિજીની મૂર્તિ તૈયાર કરી છે. તમામ પ્રકારના વિઘ્નોને હરનાર વિઘ્નહર્તા ગણેશજીને મૂર્તિકાર શ્રીધરે ડોક્ટર અને નર્સનો આકાર આપ્યો છે. તેની આ મૂર્તિમાં જોવા મળી રહ્યું છે કે, ગણપતિ પોતે દર્દીઓની તેમના હાથે સેવા કરી રહ્યાં છે. શ્રીધર તેના દ્વારા ડોક્ટરને ધરતીના ભગવાન તરીકે રજૂ કરે છે.
તમિલનાડુના રહેવાસી એક મૂર્તિકારે પણ શ્રીગણેશની કલ્પના કોરોના વોરિયર્સ તરીકે કરી છે. રાજા નામના આ કલાકારે તો શ્રીગણેશ અને કોરોનાની વચ્ચે ભીષણ યુદ્ધ પણ બતાવું છે, જેમાં કોરોનાને હારનો સામનો કરવો પડે છે.
કોરોનાને માત આપવા માટે છત્તીસગઢના આ કલાકારનો પ્રયાસ અદ્ભુત છે. રાયપુરના રહેવાસી મૂર્તિકારે કાગળ, વૃક્ષ, અનાજ, મસાલા અને ઔષધિઓના મિશ્રણથી ગણપતિની મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિમાં ઘણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.