GANGUBAI KATHIYAWADI: `કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં` જાણો Real Life `ગંગુબાઈ કાઠિયાવાડી` ની અસલી કહાની

Thu, 25 Feb 2021-12:43 pm,

'ગંગા હરજીવન દાસ' જેનું અસલી નામ, 16 વર્ષની આ છોકરી ગુજરાતના સૌરાષ્ટ્ર જે 'કાઠિયાવાડ' તરીકે ઓળખાય ત્યાની છોકરી હતી.  ગંગાના પરિવારજનો શ્રીમંત હતા અને તે ગંગાને અભ્યાસ કરાવવા માગતા હતા પરંતું ગંગાની આંખો તો  રૂપેરી પડદાથી અંજાઈ ગઈ હતી અને તે હિરોઈન બનવાનું સ્વપન જોઈ રહી હતી. ગંગાએ મનમાં ધાર્યું હતું કે તેને મુંબઈ જવું છે.  

ગંગાના ઘરે તેના પિતા જોડે રમણીક નામનો યુવક કામ કરવા આવ્યો જે પહેલા મુંબઈમાં રહેતો હતો. ગંગાને ખબર પડી કે રમણીક મુંબઈથી આવેલો છે તે જાણીને ખુશ થઈ ગઈ હતી. ગંગાના મતે તેને હવે મુંબઈ જવાનો રસ્તો સરળ થઈ ગયો. ગંગા અને રમણીક વચ્ચે મિત્રતા થઈ અને આ મિત્રતા ત્યારબાદ પ્રેમસબંધમાં ફેરવાઈ. બંનેએ પરિવારથી ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા. ગંગા પોતાનો થોડો સામાન અને ઘરેણા લઈને રમણીક સાથે ભાગી ગઈ.  

રમણીક અને ગંગા મુંબઈ આવી ગયા અને સાથે રહેવા પણ લાગ્યા. થોડા દિવસ પછી રમણીકે ગંગાને કહ્યું- જ્યા સુધી આપણા બંનેના રહેવાની વ્યવસ્થિત જગ્યા ન શોધી લઉ, તું મારી મારી પાસે રહેજે. ગંગા રમણીકની વાત માનીને તેની માસી સાથે ટેક્સીમાં બેસી ગઈ. પતિ પર વિશ્વાસ કરનારી ગંગા ત્યારે એટલી ભોળી હતી કે તેને ખબર જ ન રહી કે તેના પતિએ તેને 500 રૂપિયામાં વેચી નાખી છે.

ગંગાને ત્યાથી 'કમાઠીપુરા' લાવવામાં આવી. કમાઠીપુરા બોમ્બેનો 'રેડલાઈટ' એરિયા હતો. ગંગાને આ વાતની જાણ થઈ ત્યારે તે આ બધુ સહન ન કરી શકી. ગંગા ઘણુ રોઈ, ચીસો પાડી , વિરોધ કર્યો પરંતું તે આ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળી શકી અને આખરે તેણે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. ગંગા જાણી ગઈ હતી કે તે હવે પોતાના વતન કાઠિયાવાડ નહીં જઈ શકે કેમ કે હવે ઈજ્જતના કારણે તેણે તેના ઘરના લોકો નહીં સ્વીકારે. ગંગાએ પોતાની પરિસ્થિતિ સ્વીકારી લીધી અને કમાઠીપુરામાં રહેવાનું શરૂ કરી દીધું.

ગંગા હરજીવન દાસ હવે ગંગુ કાઠિયાવાડી બની ગઈ હતી. હવે ધીમે ધીમે ગંગુની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. જે ગ્રાહકો કમાઠીપુરા જતા તે ગંગુ માટે જરૂરથી પૂછપરછ કરતા હતા. કમાઠીપુરામાં એક દિવસ શૌકત ખાન નામનો પઠાણ આવ્યો. ત્યારબાદ તે સીધો ગંગુ પાસે ગયો અને તેને બેરહેમીથી ધસડી તેની સાથે બળજબરીપૂર્વક સાથે શારીરિક સબંધ બાંધ્યા અને તેને રૂપિયા આપ્યા નહોંતા. બીજી વખત પણ તેણે ગંગુ સાથે તેવું જ વર્તન કર્યું. જો કોઈ ગંગુને બચાવવા જાય તો પઠાણ તેને પણ મારતો હતો. એક સમયે તો ગંગુને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.  

ગંગુએ હવે બદલો લેવાનું મન બનાવી દીધું કે તેની સાથે અમાનવીય વર્તન કરનાર સાથે બદલો લેશે. ગંગુએ તપાસ કરતા ખબર પડી કે તેનું નામ શૌકત ખાન પઠાણ છે અને તે ડૉન કરીમ લાલા માટે કામ કરતો હતો. ગંગુ સીધી કરીમ લાલા પાસે પહોંચી ગઈ અને શૌકત ખાન પઠાણની સીધી ફરિયાદ કરી લીધી. કરીમ લાલાએ ગંગુને સુરક્ષા આપવાનું વચન આપ્યું.  ગંગુએ રાખડી સ્વરૂપે કરીમ લાલાને દોરો બાંધ્યો અને કરીમ લાલાને પોતાનો રાખી ભાઈ બનાવ્યો. 3 અઠવાડિયા પછી પઠાણ ફરી કમાઠીપુરા પહોંચ્યો પરંતું કરીમ લાલાએ તેને પકડવાની પૂરી વ્યવસ્થા કરી દીધી. કરીમ લાલાનો ખબરી તેને કમાઠીપુરામાં તે સ્થળે લઈ ગયો. કરીમ લાલાએ ત્યા શૌકત પઠાણને પકડી પાડ્યો અને તેને ખૂબ માર માર્યો અને તેને ધમકી આપી કે 'મારી રાખી બહેનને જો હાથ પણ લગાવ્યો તો તેને છોડીશ નહીં'

હવે ગંગુ કાઠિયાવાડીના માથે ડૉન કરીમ લાલાનો હાથ હતો. કમાઠીપુરામાં હવે ગંગુની ધાક વધતી ગઈ. કમાઠીપુરામાં જે ચાલી હતી ત્યા 'ઘરવાલી' ના નામે ચૂંટણી યોજાઈ. 'ઘરવાલી' નો અર્થ એવો હતો કે જે 40 થી 50 ઓરડીઓ મેનેજ કરતી હતી અને 'બડી ઘરવાલી' એટલે જે આખી બિલ્ડિંગની બધી ઓરડીઓ સાચવતી હોય. ગંગુએ 'ઘરવાલી' અને 'બડી ઘરવાલી'નો હોદ્દો મેળવ્યો. આસપાસના વિસ્તારમાં ગંગુનો દબદબો વધ્યો અને હવે તે 'ગંગુ કાઠિયાવાડી'ના નામથી ઓળખાવા લાગી.

'ગંગુ કાઠિયાવાડી' વિશે કહેવાતું હતું કે તે કોઈ યુવતીને બળજબરીપૂર્વક કમાઠીપુરામાં રાખતી નહોંતી. જેને છોડીને જવું હોય તે છોડીને જઈ શકે. લાલ ચાંલ્લો લગાવનારી ગંગા જેને પ્રેમમાં દગો મળ્યો, પોતાના નસીબને સ્વીકાર્યું ત્યારબાદ તેને પોતાનું વર્ચસ્વ વધાર્યું. આગળ જતા ગંગુ કાઠિયાવાડી રેડલાઈટ એરિયામાં કામ કરતી યુવતી અને મહિલાઓના હક માટે લડી અને લોકોના દિલમાં એક સારી છાપ ઉભી કરી.. મુંબઈના કમાઠીપુરામાં 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની પ્રતિમા મૂકવામાં આવી 'ગંગુ કાઠિયાવાડી' 11 સપ્ટેમ્બર 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતું લૉકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ ન થઈ શકી.  હવે ફિલ્મ 30 જુલાઈ 2021એ રિલીઝ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link