Gardening Hacks: ઘરે જ ઉગાડવા માંગો છો શાકભાજી તો અનુસરો કરો સરળ ટિપ્સ
ઘરે શાકભાજી ઉગાડવી એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ તેનાથી મન પણ ખુશ થાય છે જો તમે પણ ઘરે શાકભાજી ઉગાડવા માંગતા હોવ તો કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે એક સફળ અને લીલોતરી ભર્યો બગીચો બનાવી શકો છો. ચાલો જાણીએ ઘરે શાકભાજી ઉગાડવા માટેના પાંચ સરળ સ્ટેપ
સૌ પ્રથમ, તમારા ઘરનો કયો ભાગ બાગકામ માટે શ્રેષ્ઠ છે તે નક્કી કરો. શાકભાજીના છોડને યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ અને હવાની જરૂર હોય છે, આવી સ્થિતિમાં બાલ્કની, ટેરેસ અથવા આંગણું શાકભાજી ઉગાડવા માટે શ્રેષ્ઠ સ્થાન બની શકે છે.
સારી જમીન તંદુરસ્ત છોડનો પાયો છે. ઘરે શાકભાજી ઉગાડવા માટે, તમારે જમીનમાં જૈવિક ખાતર ઉમેરવું જરૂરી છે, જેથી છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકે.
બીજની પસંદગી કરતી વખતે, હવામાન અને સ્થળનું ધ્યાન રાખો, જેમ કે દૂધી, કારેલા, ટામેટા જેવા શાકભાજી ઉનાળામાં ઉગાડી શકાય છે. જ્યારે પાલક, ધાણા, ગાજર જેવા શાકભાજી શિયાળામાં વધુ યોગ્ય રહે છે. બીજને સારી રીતે અને યોગ્ય અંતરે ઉગાડવા, જેથી છોડ એકબીજાના વિકાસમાં નડતર રૂપ ન બને.
ઘરમાં ઉગાડવામાં આવતી શાકભાજીમાં જીવાતો દેખાવા સામાન્ય વાત છે, પરંતુ છોડને નુકસાન ન પહોંચાડવા માટે, તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. લીમડાના તેલને પાણીમાં ભેળવીને છોડ પર સ્પ્રે કરો અથવા આદુ અને લસણનો રસ ઉમેરી શકો છો.
છોડને પૂરતા પ્રમાણમાં પાણી આપવું ખૂબ જ જરૂરી છે પરંતુ જરૂરિયાત કરતાં વધુ પાણી આપવાથી છોડને પણ નુકસાન થાય છે. છોડને દરરોજ સવારે અથવા સાંજે હળવા પાણીથી પિયત આપો અને સમયાંતરે નીંદણ દૂર કરતા રહો.
Disclaimer: આ લેખમાં જણાવેલ રીતો અને દાવાની Zee 24 કલાક પૃષ્ટિ કરતું નથી. આ માત્ર સૂચનોના રૂપમાં લો.