Paridhi Shroff: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ તેમની સલાહ લીધા વગર કરતા નથી કોઈ કામ
પરિધિ શ્રોફ અને કરણ અદાણીએ 2013માં ગોવામાં એક ગ્લેમરસ સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં મુકેશ અને અનિલ અંબાણીએ ( Mukesh ambani) પણ ભાગ લીધો હતો. લગ્નમાં આનંદ મહિન્દ્રા અને અનિલ અગ્રવાલ સહિત અન્ય પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ મહેમાન હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)(તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી) પણ લગ્નમાં હાજર રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નની ઉજવણી માટે અદાણી (Adani) પરિવાર દ્વારા આયોજિત ત્રણ ભવ્ય રિસેપ્શનમાંથી એકમાં કુલ 22,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પરિધિ અને કરણ અદાણીએ 2016 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. બાળકીનું નામ અનુરાધા કરણ અદાણી છે.
બાળકીને જન્મ આપ્યા બાદ પરિધિ (Paridhi Shroff) તેમના પરિવાર સાથે 40 દિવસ સુધી શ્રોફના ઘરે રોકાઈ હતી. તેમણે આ બધું પરંપરાને અનુસરીને કર્યું હતું.
પરિધિ શ્રોફના પિતા સિરિલ ભારતના સૌથી પ્રખ્યાત કાનૂની નિષ્ણાતમાંના એક છે. તેઓ કોર્પોરેટ કાયદામાં નિષ્ણાત છે અને ભારતની સૌથી મોટી કાયદાકીય પેઢી સિરિલ અમરચંદ મંગળદાસના મેનેજિંગ પાર્ટનર છે. આ પેઢી વિશ્વભરમાં કાનૂની કંપનીઓનું મૂલ્યાંકન કરી રેન્ક આપે છે.
પરિધિ પણ તેના પિતાના પગલે ચાલી રહી છે. તે તેના પિતાની પેઢી સાથે સંકળાયેલી છે અને સેલિબ્રિટીઓને કાયદાકીય સલાહ પણ આપે છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, પરિધિ અને તેના પિતાએ 2020માં મુંબઈના વર્લી વિસ્તારમાં લગભગ 4.5 મિલિયન યુએસ ડોલરમાં સી-વ્યૂ ફ્લેટ ખરીદ્યો હતો.
અહેવાલો અનુસાર, આ ત્રીજો એપાર્ટમેન્ટ હતો જે પરિધિએ તેના પિતા સાથે ખરીદ્યો હતો.