વિશ્વના સૌથી ધનિક Jeff Bezos અને એલન મસ્ક કરતાં વધુ રૂપિયા કમાય છે ગૌતમ અદાણી
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીએ વર્ષ 2021માં પોતાની સંપત્તિમાં ઉલ્લેખનીય વધારો પ્રાપ્ત કર્યો છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીની સંપત્તિ 16.2 અરબ ડોલર વધીને 50 અરબ ડોલર સુધી પહોંચી ગઇ છે.
વર્ષ 2021 મા6 16.2 અરબ ડોલરના વધાર સાથે ગૌતમ અદાણી હવે દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 26મા સ્થાન પર પહોંચી ગયા છે.
અદાણીએ આ વર્ષે 2021માં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. તેમણે એલન મસ્ક અને જેફ બેજોસ જેવા અમીર ઉદ્યોગપતિને પણ આ મામલે માત આપી છે.
વર્ષ 2021 માં એલન મસ્કએ પોતાની સંપત્તિમાં 10.3 અરબ ડોલર ઉમેર્યા હતા, જ્યારે જેફ બેજોસની પોતાની સંપત્તિમાં 7.59 અરબ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.