General Knowledge: આ રહસ્યમય જગ્યા વિશે જાણો છો? અહીં જે પણ જાય છે તે પાછું નથી આવતું!

Tue, 20 Jul 2021-2:30 pm,

દુનિયામાં એવી અનેક રહસ્યમય જગ્યા છે જેના વિશે આજ સુધી કોઈને પૂરેપૂરી માહિતી નથી. આવી જ એક જગ્યા છે શાંગરી-લા ઘાટી. આ જગ્યા અરુણાચલ પ્રદેશ અને તિબ્બત વચ્ચે ક્યાંક આવેલી છે. કહેવાય છે કે આ ઘાટીને આજ સુધી કોઈ શોધી શક્યું નથી. અનેક લોકોએ તેને શોધવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા. કેટલાક લોકો કહે છે કે ત્યાં જઈને સમય થોભી જાય છે અને લોકો જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જીવતા રહી શકે છે. પોતાની આ ભૂલભૂલામણીના કારણે અનેક લોકો આ ઘાટીને બીજો 'બર્મૂડા ટ્રાયંગલ' પણ કહે છે. 

'મેંશીનીલ'ને દુનિયાનું સૌથી ઝેરી ઝાડ કહેવાય છે. ફ્લોરિડા અને કેરેબિયન તટ પર મળી આવતા આ ઝાડના થડમાંથી નીકળતો રસ એટલો ઝેરીલો હોય છે માણસની ત્વચાના સંપર્કમાં આવે તો છાલા પડી જાય છે. ઝાડનું એક સફરજન જેવું ફળ હોય છે જેનો એક ટુકડ પણ ખાય તો માણસનું મોત થઈ જાય છે. 

ભારતમાં થતા કુંભમેળામાં એટલા મોટા પાયે લોકોનો જમાવડો હોય છે કે તે અંતરિક્ષમાંથી પણ દેખાય છે. ભારતીય અંતરિક્ષ અનુસંઘાન ISRO એ કુંભ મેળાની બે તસવીરો પણ જાહેર કરી હતી જે કુંભ ક્ષેત્ર અને આસપાસના વિસ્તારોને બતાવતી હતી. 

લાલ રંગમાં સૌથી વધુ વેવલેંથ હોય છે. જે લગભગ 650 nm (નેનોમીટર) હોય છે. આ રંગ દૂરથી જોઈ શકાય છે. આથી તે દુનિયાભરમાં જોખમ દર્શાવવા માટે વપરાય છે. વેવલેંથના મામલે બીજા નંબરે પીળો રંગ આવે છે. આ રંગ તેજ વરસાદ, ગાઢ ધુમ્મસ અને ઝાકળની સ્થિતિમાં પણ દૂરથી દેખાય છે. આ જ કારણ છે કે બાળકોને સુરક્ષિત રાખવા માટે શાળાની બસોનો રંગ પીળો હોય છે. 

આઈસલેન્ડ દશની છોકરી સાથે લગ્ન કરવા બદલ સરકારી નોકરી મળે છે. લગભગ 3 લાખ માસિક વેતન સાથે નકોરી અને ત્યાં નાગરિકતા મફત અપાય છે. તેનું કારણ એ છે કે આ દેશ એન્ટાર્કટિકા મહાદ્વીપની પાસે વસેલો નાનકડો દેશ છે. ખુબ જ ઠંડી હોવાના કારણે ત્યાં વસ્તી ખુબ ઓછી છે. આ કારણે સરકારે જનસંખ્યા વધારવા માટે આ સ્કીમ ચલાવી રાખી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link