કોઈ પણ ગેરંટી વગર સરકાર આપે છે લોન, અત્યાર સુધીમાં આટલા લોકોએ લીધો છે લાભ

Fri, 20 Nov 2020-9:04 am,

2 જુલાઈના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ યોજનાની શરૂઆત કરી છે. જે હેઠળ 50 લાખ લોકોને લોન આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સૌથી ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ કરજ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી. 

સ્વનિધિ યોજના હેઠળ 25 લાખથી વધુ અરજી મળી છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે 12 લાખ લોકોની અરજીને મંજૂરી અપાઈ છે. લગભગ 5.35 લાખની લોન વિતરણ કરાઈ ચૂકી છે. 

ઉત્તર પ્રદેશમાં 6 લાખથી વધુ અરજી મળી છે. જેમાંથી 3.27 લાખને મંજૂરી અપાઈ છે. ઉત્તર પ્રદેશમાં સ્વનિધિ યોજના હેઠળ લોન માટે સ્ટેમ્પ ડ્યૂટી માફ કરાઈ છે. 

અત્રે જણાવવાનું કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને  10 હજાર રૂપિયાની લોન મળે છે. લોન માટે કોઈ ગેરંટીની જરૂર પડતી નથી. પીએમ મોદીનું કહેવું છે કે આ યોજનાનો હેતુ માત્ર લોન આપવાનો નથી પરંતુ તેને સ્ટ્રીટ વેન્ડર્સના સમગ્ર વિકાસ અને આર્થિક ઉત્થાનના પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ. 

આવામાં જો તમે કે તમારા સર્કલમાં કોઈ પૈસાના અભાવે રેકડી કે લારી લગાવી શકતા નથી તો તમે કે તેમને ગેરંટી વગર પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. તમે નજીકની બેંકમાં જઈને આ યોજના હેઠળ 10 હજાર રૂપિયા લોન લઈને કારોબાર શરૂ કરી શકો છો. 

કરજ લેનારા લોકોએ એક વર્ષની અંદર માસિક હપ્તામાં આ લોન ચૂકવવાની રહેશે. કરજ સમયસર ચૂકવનારાઓને 7 ટકા વાર્ષિક વ્યાજ સબસિડી પણ અપાવશે. આ સાથે જ 1200 રૂપિયા સુધીની કેશબેકની પણ સુવિધા છે.   

નોંધનીય છે કે કોરોનાનો સૌથી વધુ માર રોજેરોજ કમાનારા મજૂરો પર પડ્યો હતો. અનલોકના દોરમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ તો થઈ ગયા છે પરંતુ મોટા પાયે અનેક લોકો એવા છે જે રેકડી કે લારી લગાવીને પોતાના પરિવારનો ગુજારો કરે છે. તેમનો કારોબાર હજુ પણ શરૂ શક્યો નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link