Bad Breath: બ્રશ કર્યા પછી પણ મોંમાંથી આવે છે દુર્ગંધ ? તો આ રીતે મેળવો છુટકારો
શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે ફક્ત દાંત સાફ કરવા પૂરતા નથી. જો તમે નિયમિત રીતે જીભ સાફ નથી કરતા તો તેનાથી પણ શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. તેથી જીભને સારી રીતે સાફ કરવી જોઈએ.
ઘણા લોકો દિવસની શરૂઆતમાં એકવાર બ્રશ કરીને સંતોષ માની લેતા હોય છે. પરંતુ સવારે બ્રશ કર્યા પછી આખો દિવસ તમે અનેક એવી વસ્તુઓ ખાવ છો જે શ્વાસમાં દુર્ગંધ વધારી શકે છે. તેથી રાત્રે પણ બ્રશ કરવું જોઈએ. આ સિવાય તમે કોઈ મસાલેદાર વસ્તુ ખાધી છે તો તેના પછી પણ મોઢું બરાબર સાફ કરવું જોઈએ.
તમે ઈચ્છો તો મોં સાફ કરવા માટે માઉથ વોશનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી મોઢાની દુર્ગંધ થી રાહત મળશે. બ્રશ કર્યા પછી હંમેશા માઉથ વોશ વડે કોગળા કરી લેવા જોઈએ.
ગ્રીન ટીનો ઉપયોગ કરવાથી પણ શ્વાસની દુર્ગંધ થી છુટકારો મેળવી શકાય છે. તેમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે મોઢામાં વધતા બેક્ટેરિયાનો નાશ કરે છે.
વરીયાળી અને એલચીનું સેવન એવા લોકોએ રોજ કરવું જોઈએ જેમને શ્વાસમાં દુર્ગંધની સમસ્યા હોય. તેનાથી મોઢામાંથી આવતી વાસથી છુટકારો મળે છે.