કહેવું પડે હો ગુજરાતના આ ખેડૂતની કહાણી! વર્ષે કરે છે દોઢ કરોડથી વધુની કમાણી, ઉગાડે છે આ પાક

Fri, 05 Jul 2024-6:57 pm,

આ જે તમે ખારેકનું ખેતર જોઈ રહ્યા છો. તેનું સ્વપ્ન આજથી 20 વર્ષ પહેલા ઘાંગ્રધ્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈએ સેવ્યું હતું. અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે એ તેમણે સાબિત કર્યું. અંદાજે 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલાં દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયેલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલાં લીંબુના રોપાનું વાવેતર કર્યું છે. 

ઘનશ્યામભાઈ નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામથી પોતાની ખારેકનું વેચાણ કરી વર્ષે દહાદે રૂપિયા 1.50 કરોડથી વધુ  કમાણી કરી રહ્યા છે. અહીં ના અટકતા ઘનશ્યામભાઈ ૧૧ હજાર રૂપિયે કિલોગ્રામ પરાગરજનું વેચાણ કરી વર્ષે 8 થી 10 લાખની કમાણી કરે છે. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે.

પંદર વર્ષથી હું ડીએપી કે યુરિયા કોઈપણ જાતનું નાખેલું નથી, આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું, જે ડ્રીપ દ્વારા હું તેનું લિક્વીડ, ગૌમુત્ર,જીવામૃત, ગોમુત્ર બેક્ટેરીયા છે તે બધુ જ ફિલ્ડની અંદર આપુ છું. મારે પાંચ બોર છે. 

આ પાચેય બોર પર હજાર હજાર લિટરની ટાંકી છે, તેની અંદર ગૌમુત્ર બેક્ટેરીયા રાખું છું અને સાયકલ પ્રમાણે રેગ્યુલર ચલાવું છું. મારી ખારેકનું વેચાણ  ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, બોમ્બે અને આપણા ગુજરાત- સૌરાષ્ટ્રની અંદર જાય છે. તો હું સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈને પબ્લિકને ખોરાક દેશી ખવરાવીએ. 

ઘનશ્યામભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતોને સથવારે રાજ્ય સરકાર છે. બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ હેઠળ ઘનશ્યામભાઈને ખાતાદીઠ એક હેક્ટરની મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ રૂપિયા 1250ની સહાય આપવામાં આવી છે. આ સાથે દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે.

સુરેન્દ્નનગર જિલ્લામાં દિવસેને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો ગયો છે. તેમાં મુખ્યત્વે ખારેક અને દાડમનું વાવેતર સરકારની સબસીડીથી વધતું રહ્યું છે તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે બાગયતી ખેતીની સબસીડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરી ઉત્તરોતર પ્રગતિ કરી શકો છો.   

આમ, રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પુરી પાડી પ્રેરણા આપી રહી છે. જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link