લેબોરેટરીમાં ઘીનું લાઈવ ટેસ્ટિંગ, અસલી નકલી ઘીનો આ રીતે થાય છે પર્દાફાશ
અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડના ઘીમાં પણ ભેળસેળ જોવા મળી હતી. આવી સ્થિતિમાં તમે પરેશાન થવાને બદલે તમે કેટલીક સરળ રીતોથી અસલી અને નકલી ઘી ઓળખી શકો છો. નકલી ખાદ્યપદાર્થો ખરીદવાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ઉધઈની જેમ નષ્ટ કરે છે. એએમસીના ફૂડ એનાલિસ્ટ ઈન્ચાર્જ ઈશા દેસાઈએ આજે અસલી નકલી ઘીના ટેસ્ટિંગનો ડેમો આપ્યો. જેમાં તમે ઘરે પણ ચકાસી શકશો કે તમારા ઘરમાં આવેલું ઘી અસલી છે કે નકલી.
ઈશા દેસાઈએ જણાવ્યું કે, ઘી મોંઘુ હોવાથી તેમાં ભેળશેળ વધુ થાય છે. ગાયના ઘીને પીળું બનવા માટે હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. લેબ માં FSSIના ધારા ધોરણ મુજમ કેમિકલ યુસ કરીને એનો ટેસ્ટીંગ કરવામાં આવે છે. અમે ઘીને એક ટેસ્ટ ટ્યુબમાં નાખીને સરખા પ્રમાણમાં HCL (હાયડ્રોક્લોરાઈડ એસીડ) નાંખવામાં આવે છે. તમે પણ ઘરમાં વપરાતું એસિડ નાંખશો તો લાલ કલરનું દ્રવ્ય નીચે આવશે તેનો મતલબ છે તેમાં વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરાઈ છે.
દેશી ઘીની ઓળખ કરવા માટે તમારી હથેળી પર થોડુ ઘી લો. જો તે થોડી વારમાં ઓગળવા લાગે તો સમજી લો કે ઘી શુદ્ધ છે. તેવામાં જો આ ઘી ઓગળતું નથી તો આ ઘી નકલી હોઇ શકે છે. અસલી ઘીની ઓળખ કરવા માટે મીઠાનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક ચમચી ઘીને ઓગાળી લો અને તેમાં ચપટી મીઠુ નાંખો. જો તેનો રંગ બદલાઇ જાય તો તેમાં ભેળસેળ થયેલી છે.
તમે ઘીને ઓગાળીને તેમાં ખાંડ નાંખીને પણ ચેક કરી શકો છો કે તે શુદ્ધ છે કે નહી. તેના માટે થોડુ ઘી ઓગાળી લો અને તેને એક ડબ્બામાં ભરો. હવે તેમાં ખાંડ નાંખો. તે બાદ તેને મિક્સ કરી દો અને થોડી વાર માટે એમ જ રહેવા દો. 10 મિનિટ પછી તેને ચેક કરો. જો ડબ્બામાં નીચે લાલ રંગ દેખા. તો ઘી ભેળસેળવાળુ હોઇ શકે છે.