Hair Problems: વાળની દરેક સમસ્યા દૂર કરી દેશે ઘી, થી જશે સુંદર અને રેશમી વાળ
માધુરી દીક્ષિતના વાળ ખુબ સુંદર છે. વાળમાં ઘણા પ્રકારની મુશ્કેલી આવે છે. ક્યારેક ડ્રાઈનેસ, ક્યારેક ખંજવાળ તો ક્યારેક વાળ ખરવા. તમે ઘીનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વાળને પોષણ આપવા માટે મસાજ કરવી ખુબ જરૂરી છે. વાળ ધોતા પહેલા ઘી લગાવી મસાજ કરી શકો છો. હળવા ગરમ ઘીને વાળના મૂળમાં લગાવો. તેનાથી મજબૂતી પણ આવશે અને ડેન્ડ્રફ પણ દૂર થઈ જશે.
જો તમારા વાળ શુષ્ક હોય તો ઘી અને મધ સાથે લગાવવાથી શુષ્કતા દૂર થશે. ઘીમાં થોડું મધ મિક્સ કરીને વાળમાં લગાવો. તેને 1 કલાક માટે રહેવા દો. ધોયા પછી વાળમાં ભેજ આવશે અને તેમાં ચમક આવશે.
વાળની અંદર ખંજવાળ આવવી સામાન્ય વાત છે. આ ડેન્ડ્રફને કારણે પણ થઈ શકે છે. ઘીમાં બદામનું તેલ મિક્સ કરી સ્કેલ્પમાં લગાવો. જ્યારે વાળને ધોવા હોય તો તેના પર ગુલાબજળ લગાવી મસાજ કરો. ખંજવાળ દૂર થઈ જશે.
લાંબા વાળ માટે નાળિયેર તેલની સાથે ઘી મિક્સ કરી લગાવો. ઘી અને નાળિયેર તેલને વાળમાં લગાવવાથી વાળ મજબૂત થશે. તેનાથી વાળનો ગ્રોથ પણ શરૂ થઈ જશે.