Warm Water And Ghee: નવશેકા પાણીમાં દેશી ઘી ઉમેરીને પીવો થોડા દિવસ, 5 સ્વાસ્થ્ય સમસ્યા દવા વિના મટી શકે છે
)
ખરાબ આહારના કારણે અને ખરાબ પાચનના કારણે કબજિયાત થઈ શકે છે. કબજિયાત મટાડવી હોય તો હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવાની શરૂઆત કરી દો. પેટ સાફ લાવવા માટે કોઈપણ પ્રકારની દવા નહીં ખાવી પડે.
)
શરદી અને કફ મટતા ન હોય તો હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને તેનું સેવન કરો. થોડા દિવસ આ પાણી પી લેશો તો છાતીમાં જામેલો કફ પણ છૂટો પડીને નીકળી જશે.
)
બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે હુંફાળું પાણી અને ઘી સૌથી બેસ્ટ છે. તેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ પણ ઘટી શકે છે.
ઘીમાં એવા ગુણ હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવાથી કેલરી ઝડપથી બળે છે અને વજન ઘટાડવામાં ફાયદો થાય છે.
સવારે નરણા કોઠે એક ગ્લાસ પાણી હુંફાળું ગરમ કરવું. તેમાં એક ચમચી દેશી ઘી ઉમેરો અને પછી ધીરે ધીરે તેને પી જાવ. થોડા દિવસ આ પાણી પીશો તો તમને શરીરમાં ફાયદો થતો દેખાવા લાગશે.