ન્યૂ યરમાં પ્રવાસીઓથી ઉભરાયું ગીર જંગલ, સિંહ દર્શન માટેના તમામ બુકિંગ હાઉસફુલ
એશિયાટીક સિંહોનું ઘર સાસણ ગીરમાં નાતાલ અને ક્રિસમસના તહેવારમાં ગુજરાત અને અન્ય રાજ્યોના પર્યટકો મોટી સંખ્યામાં વેકેશનની મજા માણવા ઉમટી પડેલા જોવા મળે છે. સાસણ ગીર સેન્ચુરીમાં મુક્ત મને વિહરતા સિંહોને જોવા પર્યટકોનો ઘસારો જોવા મળે છે. વન વિભાગ દ્વારા રોજની 150 પરમીટનું ઓનલાઇન બુકીંગ કરવામાં આવે છે. તે હાલ ફૂલ જોવા મળી રહ્યું છે. દેવળીયા પાર્કમાં પણ પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ કોરોના અને લોકડાઉનમાં જે રીતે પ્રવાસન ક્ષેત્રોને છૂટછાટ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે, ત્યારે પ્રવાસીઓ ગીર તરફ વધુ જોવા મળી રહ્યાં છે અને જંગલ સફારી કરી પરિવાર સાથે કુદરતી વાતાવરણમાં વન્ય પ્રાણીને નિહાળી આનંદ માણી રહ્યા છે. બીજી તરફ, હાલ રાજ્યના મહાનગરોમાં રાત્રિના સમયે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે ઘરે રહીને કંટાળેલા લોકો હવે સિંહ દર્શન કરવા સાસણ ગીરમાં વેકેશનની મોજ માણવા આવી ગયા છે. ત્યારે ગીર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓને જોવા પર્યટકોનો ઘસારો 1 જાન્યુઆરી સુધી જોવા મળશે.
સાસણ ગીરમાં વન વિભાગે નાતાલ અને ક્રિસમસના તહેવારને ધ્યાને લઈને કોવિડ 19 માં ખાસ તકેદારી રહે તે માટે આવતા પ્રવાસીઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ સૅનેટાઇઝનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. ત્યારે વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ ની જે સુવિધા આપવામાં આવીછે તેમાં 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ઓનલાઇન બુકીંગ ફૂલ જોવા મળી રહ્યું છે અને જંગલમાં સિંહ દર્શન માટે એક દિવસમાં 150 જીપ્સીની ટ્રીપ કરવામાં આવે છે, તે પણ ફૂલ થઇ ગઈ છે. જે પ્રવાસી ગીર સેન્ચુરીમાં ઓનલાઇન બુકિંગ નથી કરતા તે પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી દ્વારા સિંહ દર્શન કરવામાં આવે છે. ત્યારે સાસણ ગીરના DFO મોહન રામે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ગીર સેન્ચુરીને કોવિડ 19 માં જે છૂટછાટ આપવામાં આવી છે. આવામાં સ્થાનિક લોકો જેઓ માર્ચ મહિનાથી રોજગારથી વંચિત હતા, ત્યારે હવે જે રીતે ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તેનાથી સ્થાનિક જીપ્સી ચાલકો ગાઈડ અને નાના મોટા ધંધા સાથે સંકળાયેલ લોકોને રોજગારી ઉભી થઇ છે.
તો બીજી તરફ, ગુજરાતમાં રસીકરણના ટ્રાયલ રનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન થશે. રાજ્યના આરોગ્ય વિભાગે 15 હજાર વેક્સિનેટર સાથે 75 હજાર કર્મચારીઓને રસી આપવા માટેની ટ્રાયલ રન એટલે કે કે મોકડ્રીલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સોમવાર અને મંગળવારે ગાંધીનગર અને રાજકોટમાં સૌથી પહેલા ટ્રાયલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વેક્સિન રાખવાની તૈયારી, તેન પહોંચાડવાની તૈયારી, રસી લેનારને મેસેજથી જાણ કરવાની તૈયારી સહિતની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે. રિહર્સલમાં હેલ્થ વર્કરને બોલાવીને જ ટ્રાયલ કરવામાં આવશે. (Photo courtesy : facebook)