ભારે વરસાદ બાદ ગીરના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ, ધોધની ગર્જના અને ખોફનાક દ્રશ્યો ડરામણા બન્યા

Sat, 20 Jul 2024-11:26 am,

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આ કારણે ઠેરઠેર પાણી ભર્યા છે. પરંતું આ વચ્ચે ગીરના પ્રવાસન સ્થળ એવા જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામવાળા ગીરમાં શિંગોડા નદી પર આવેલો લોકપ્રિય જમજીર ધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગીરમાંથી આવતી શિંગોડા નદી પર જમજીરનો ધોધ આવેલો છે. પુષ્કળ પ્રમાણમાં ધોધ પરથી પાણી વહી રહ્યું છે. ધોધની ગર્જના અને ખોફનાક દ્રશ્યો જોવા મળ્યા છે.

સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરના ધોધનું વિકરાળ રૂપ પહેલીવાર આ ચોમાસામાં જોવા મળ્યું છે. નદીમાં પાણીની આવક વધતા જમજીરના ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. 

જામનગરમાં સારા વરસાદના પગલે 14 જેટલા જળાશયો છલકાયા છે. જિલ્લાના કુલ 25 માંથી 14 જેટલા જળાશયો પાણીથી છલોછલ થયા છે. ફુલઝર 1 અને 2, સપડા, ડાઈ મીણસાર, ઉન્ડ 3, રંગમતી, ફુલઝર (કો.બા ), રૂપાવટી, સસોઈ 2, રૂપારેલ, બાલંભડી, ઉમિયાસાગર, વાગડીયા અને ઉન્ડ 4 સહિતના જળાશયો પાણીથી છલોછલ થયા છે. 

ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ૭૬% ભરાયો છે. વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં એલર્ટ પર મૂકાયા છે. તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના અપાઈ છે.   

ગીર સોમનાથ જિલ્લામાં મોડી સાંજ થી ભારે થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સમગ્ર જળાશયોમાં નવા નિરાવ્યા છે વિપુલ પ્રમાણમાં પાણીને આવક થતા જમીનમાં પાણીનું સ્તર વધ્યું છે અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર તાલાળા અનેવેરાવળ તાલુકામાં અતિ રેક વરસાદ વરસે રહ્યો છે. પ્રાચી તીર્થ મોહબત પરા ગામ તરફ જતા રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તથા પ્રાચી તીર્થમાં આવેલા જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં વિજપોલ ધરાશાહી થયા હતા.

ગીર સોમનાથના વેરાવળ અને આસપાસમાં વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ...વેરાવળ બાયપાસ વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી...નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણીનો નિકાલ ન કરતા લોકોને હાલાકી..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link