Boyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા
મળતી માહિતી અનુસાર 24 વર્ષની વિલ્ધન ઇંસ પોતાના 25 વર્ષના બોયફ્રેંડ ઉસ્માન સિલિક સાથે લગ્ન કરવા માંગતી હતી. છોકરીના ઘરવાળા ઇચ્છતા હતા કે છોકરી પોતાના પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરે પરંતુ છોકરી તેના માટે રાજી થઇ નહી. ત્યારબાદ બે મહિના પહેલાં તે પોતાના બોયફ્રેંડ સાથે ઘર છોડીને જતી રહી.
બંનેના ભાગી ગયા પછી ઘરવાળાએ તેની શોધખોળ શરૂ કરી દીધી પરંતુ તે મળ્યા નહી. ત્યારબાદ નવા વર્ષના અંતે તે બંને એક New Year Party માં સામેલ થવા માટે ગયા હતા.
ત્યારબાદ છોકરીના ઘરવાળાએ બંનેને ઘરે આવવા માટે અને એ પણ વિશ્વાસ અપાવ્યો કે અમારી સુલહ કરી લે. અમે તેમને માફ કરી દઇશું. ત્યારબાદ બંને ઘરે પરત જતા રહ્યા. પરંતુ જેવા તે બંને ઘરે પહોંચ્યા તો ત્યાં માહોલ કંઇક અલગ હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિલ્ધન ઇંસને બાથરૂમમાં લઇ ગયા અને ચાકૂ વડે તેની હત્યા કરી દીધી.
ત્યારબાદ તેના બોયફ્રેંડ નગ્ન કરી રેપ કર્યો અને તેને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. બંનેના મર્ડર બાદ તેમની લાશને ગામની બહાર દફનાવી દેવામાં આવી.
તો બીજી તરફ છોકરીનો બોયફ્રેંડ જ્યારે ઘણા દિવસો સુધી ઘરે પહોંચતો નથી તો તેના પરિજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. પહેલી શંકા ગર્લફ્રેંડના ઘરવાળા પર ગઇ.
શંકા વિના પોલીસે તેના ઘરવાળાઓને કસ્ટડીમાં લઇ લીધા પૂછપરછ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે છોકરીના પરિવારજનોએ ગુનો કબૂલ કરી લીધો છે.