કેમ કન્યા પૂજન વગર અધૂરી ગણાય છે નવરાત્રિની પૂજા? CM યોગી પણ ભૂલતા નથી આ પ્રથા
આ દરમિયાન શ્રદ્ધાળુઓ નવ કન્યાઓનુ મા દુર્ગાના 9 દેવીના રૂપમાં પૂજન કરે છે. જેનાથી માતા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે.
નવરાત્રિના પાવન દિવસોમાં નાની કન્યાઓને ઘરમાં આવવાનુ આમંત્રણ અપાય છે. જેના બાદ પોતાની સ્થિતિ અનુસાર તેઓને ભોજન કરીને તેમની પાસેથી આર્શીવાદ લેવામાં આવે છે.
નવરાત્રિમાં સપ્તમીથી કન્યા પૂજનની શરૂઆત કરાય છે. શ્રદ્ગાળુઓ સપ્તમી, અષ્ટમી અને નવમીના દિવસે નાની કન્યાઓને 9 દેવીના રૂપ માનીને પૂજન કરે છે. પરંતુ નવમી અને દશમીના રોજ કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે.
એવુ માનવામાં આવે છે કે નવરાત્રિમા કન્યા પૂજન બાદ જ માતા પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સુખસમૃદ્ધિનુ વરદાન આપે છે.
નવરાત્રિના પાવન મહિનામા કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, 9 નાની કન્યાઓને દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. તેના બાદ ભોગ ધરાવીને જ નવરાત્રિના વ્રતને પૂર્ણ ગણવામાં આવે છે.