વિદેશનો મોહ થયો ઓછો! ગુજરાતમાં આ પ્રવાસન સ્થળની જબરી ડિમાન્ડ: વેકેશનમાં પ્રવાસીઓ વધ્યા

Tue, 17 May 2022-6:10 pm,

ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 (3.1 કરોડ)ની સરખામણીએ માર્ચમાં (4.03 કરોડ) એક કરોડનો વધારો જોવા મળ્યો છે. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઉંચા રોપવેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામા આવી રહી છે. 

પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર ટૂંક સમયમાં રોપવે કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે.ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

તેના માટે હેરિટેજ ટુરિઝમ પોલિસીથી લઇને મેડિકલ ટુરિઝમ જેવા આધુનિક વિષયો સાથે પણ સરકારે નીતિ જાહેર કરી છે. પ્રવાસીઓની સુખાકારીની સાથે સાથે આ ક્ષેત્રમાં રોજગારીની તકોનું નિર્માણ તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠા અપાવવા માટે સરકાર અલગ અલગ સ્તરે કામ કરી રહી છે.

ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર આલોકકુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું કે, “ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપવે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબેના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. 

પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપવેની સુવિધાથી પર્વતના 10000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં એક કરોડ જેટલો વધારો થયો છે જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. ”

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link