7 મિનીટમાં તળેટીથી ગિરનાર પર્વત સુધીની સફરમાં નજારો કેવો દેખાય છે, જોઈ લો એક ક્લિકમાં

Sun, 25 Oct 2020-9:26 am,

36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે. 

રોપવેની ટ્રોલી 7-8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

મુસાફરો માટે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે. તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે. 

50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.

રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. 

પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link