Gold Rates: નવરાત્રિ આવતા જ ચર્ચામાં આવ્યું સોનું! જાણો કેટલો બદલાયો સોનાનો ભાવ
Gold Price Today:આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી સતત નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે, જ્યારે બુલિયન માર્કેટમાં પણ તમે ભાવ સતત નવી ઊંચાઈએ પહોંચતા જોઈ રહ્યા છો. જોકે આજે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં થોડી નબળાઈ જોવા મળી હતી.
હાલ નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. ત્યારે નવરાત્રિના ઠીક પહેલાં જ બદલાઈ ગયો છે સોનાનો ભાવ. જાણો ગોલ્ડ માર્કેટમાં કેટલાં રૂપિયાની સપાટીએ ચમકી રહ્યું છે સોનું...ગ્રાહકો માટે શું છે સલાહ....?
સોનાની છૂટક કિંમત ₹78,250ની ઊંચી સપાટીએ ચાંદી પણ ₹1,000 મોંઘી થઈ ગોલ્ડ માર્કેટમાં MCX પર ભાવ ઘટ્યા
સોના અને ચાંદીના ભાવ સતત વધીને રેકોર્ડ ઉંચી સપાટીએ જઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું અને ચાંદી સતત નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે, જ્યારે બુલિયન માર્કેટમાં પણ તમે ભાવ સતત નવી ઊંચાઈએ પહોંચતા જોઈ રહ્યા છો. જોકે, આજે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં થોડી નબળાઈ જોવા મળી હતી. એમસીએક્સ પર સોનું રૂ. 150 ઘટીને રૂ. 75,237 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ગઈકાલે તે રૂ.75,387 પર બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 318 ઘટીને રૂ. 92,346 પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહી હતી, જે ગઈકાલે રૂ. 92,464 પર બંધ થઈ હતી.
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં મજબૂત વલણ અને જ્વેલર્સ દ્વારા સતત ખરીદીને કારણે, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાની કિંમત રૂ. 400 વધીને રૂ. 78,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીને વટાવી ગઈ હતી. . ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનાના ભાવ સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા હતા. બુધવારે સોનું 400 રૂપિયા વધીને 78,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોની મજબૂત વિદેશી વલણ વચ્ચે ચાંદી પણ રૂ. 1,000 વધી રૂ. 94,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. પાછલા સત્રમાં ચાંદી રૂ. 93,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ઉપરાંત 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ છેલ્લા સત્રમાં 77,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક માંગમાં તેજી સાથે મજબૂત વૈશ્વિક વલણે સોનાના ભાવને ટેકો આપ્યો હતો.