Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?
મંગળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઇની અસર સોનાની ઘરેલૂ કિંમત પર પણ જોવા મળી હતી. દિલ્હી સોની બજારમાં મંગળવારે સોનાનો ભાવ 679 રૂપિયા ઘટીને 44,760 પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. જ્યારે સોમવારે સોનું 45,439 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. મંગળવારે ચાંદી પણ 1,847 રૂપિયા સરકીને 67,073 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. સોમવારે ચાંદીનો ભાવ 68,920 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
ગત અઠવાડિયે સોનાનો એપ્રિલ વાયદો 46901 રૂપિયા પર બંધ થયો હતો, પરંતુ શુક્રવારે આ 45736 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો, એટલે કે 1165 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું. શુક્રવારે MCX સોનું 45611 રૂપિયાના લેવલ સુધી પણ સરક્યું હતું.
ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરીએ તો સોનું 17 ટકા સુધી તૂટી ચૂક્યું છે, સોનું MCX પર 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેંડ કરી રહ્યું છે, એટલે કે લગભગ 10,200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
દિવસ સોનું (MCX એપ્રિલ વાયદા) સોમવાર 46901/10 ગ્રામ મંગળવાર 46802/10 ગ્રામ બુધવાર 46522/10 ગ્રામ ગુરૂવાર 46241/10 ગ્રામ શુક્રવાર 45736/10 ગ્રામ
શુક્રવારે MCX પર ચાંદીના માર્ચ વાયદા 2000 રૂપિયાથી પણ વધુ તૂટી હતી, તો મંગળવારે 679 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ગત અઠવાડિયાની વાત કરીએ તો ચાંદી સોમવારે 70432 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઇ હતી. શુક્રવારે ચાંદી 67261 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઇ છે. એટલે કે ગત અઠવાડિયે ચાંદી 3171 રૂપિયા સસ્તી થઇ છે. શુક્રવારે ચાંદી 66505 રૂપિયા પ્રતિ કિલો પણ સરકી હતી.
1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે MCX પર ચાંદીના માર્ચ વાયદા 74400 રૂપિયા ઉપર જતી રહી હતી. ચાંદી અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર 79,980 પ્રતિ કિલો છે. આ મુજબ ચાંદી પણ પોતાના ઉચ્ચતમ સ્તરથી લગભગ 11,900 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીના માર્ચ વાયદા 68066 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
દિવસ શુક્રવાર સોમવાર 70432/કિલો મંગળવાર 69341/કિલો બુધવાર 69543/કિલો ગુરૂવાર 69276/કિલો શુક્રવાર 67261/કિલો (ભાવ રૂપિયામાં)
Tradebulls Securities ના કરન્સી અને કોમોડિટી સીનિયર રિસર્ચ એનાલિસ્ટ ભાવિક પટેલનું કહેવું છે કે અમેરિકી સંસદએ રાષ્ટ્રપતિ જો બાઇડેનના 1.9 ટ્રિલિયન ડોલરના મહામારી પેકેજને મંજૂરી આપી દીધી છે. અમેરિકી બોન્ડ યીલ્ડ પણ હવે સ્થિર છે. આ પોઝિટિવ સેંટીમેંટથી ગોલ્ડના ભાવમાં રિકવરી જોવા મળી રહી છે. મજબૂત ડોલર અને વધતા બોન્ડ યીલ્ડના લીધે ગત અઠવાડિયે સોનાએ 8 મહિનાના નીચલા સ્તરને અડક્યો. ગોલ્ડ માટે રણનીતિ આ રહેશે કે કોઇપણ ઘટાડામાં ખરીદી કરે, કારણ કે આશા છે કે ગોલ્ડ હજુ મજબૂતી બતાવશે. ગોલ્ડને 45800 રૂપિયા પર ખરીદી શકો છો, 46500 રૂપિયાનો ટાર્ગેટ રાખો, સાથે જ 45500 સ્ટોપલોસ જરૂર લગાવીને ચાલો.