Gold Rate Today: આજે સોનામાં કડાકો...ઘટેલા ભાવનો ઉઠાવો ફાયદો અને ફટાફટ ખરીદી લો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

Fri, 30 Aug 2024-12:18 pm,

સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમારે પણ સોના કે ચાંદીની ખરીદી કરવી હોય તો તમે હવે તેના વિશે વિચારી શકો છો. વાયદા બજારની સાથે સાથે શરાફા બજારમાં પણ ભાવ ઘટ્યા છે. લગડી લેવી હોય કે પછી દાગીના કે કોઈ ગિફ્ટ આર્ટિકલ ફટાફટ સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.   

ભારતીય વાયદા બજાર (MCX)માં આજે સવારે સોનું 316 રૂપિયા ગગડીને 71,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળ્યું. ગઈ કાલે સોનું 72,188 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 534 રૂપિયા તૂટીને 84,338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 84,872 રૂપિયા પર  ક્લોઝ થઈ હતી.   

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 132 રૂપિયા તૂટીને 71,869 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. કાલે સોનું 72,001 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 121 રૂપિયા ઘટીને 65,832 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. કાલે તે 65,953 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું. ચાંદીમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. આજે ચાંદી 26 રૂપિયા ઘટીને 85,046 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. જ્યારે કાલે તે 85,072 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link