Gold Rate Today: સોનાએ હાલત બગાડી! ગગડીને અચાનક ઉછળી ગયું સોનું; જો આ સ્પીડથી વધશે તો મર્યા સમજો, જાણો લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 200 રૂપિયાના વધારા સાથે 75,397 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 75,197 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 183 રૂપિયાની તેજી સાથે 69,064 રૂપિયાના ભાવે પહોંચ્યું જે કાલે 68,881 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આજે શરાફા બજારમાં ચાંદી પણ ઉછળેલી જોવા મળી. ચાંદી આજે 838 રૂપિયાના વધારા સાથે 90,238 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી જે કાલે 89,400 પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં આજે મંગળવારે MCX પર સોનું 198 રૂપિયાની તેજી સાથે 75,067 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે કાલે 74,869 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 331 રૂપિયાના વધારા સાથે 91,050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 90,719 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.