Gold Silver Price: હમણાં સસ્તુ રહેશે Gold! ક્યારે 50 હજારને પાર કરશે ભાવ, જાણો શું છે એક્સપર્ટ્સનો અભિપ્રાય
સોનાના ભાવને (Gold Price) લઇને રેલિગેર બ્રોકિંગની સુગંધા સચદેવે કહ્યું છે કે, ગત અઠવાડિયે તે 48,500 ની આસપાસ રહ્યું. તેમણે કહ્યું કે, અત્યારે ગોલ્ડનું Sentiment એટલુ મજબૂત નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં 50,000 ના લેવલ સુધી પહોંચી શકે છે. Gold પર Religare Broking નો અભિપ્રાય છે કે, સોનાને 48,820 રૂપિયા પર ખરીદો. સ્ટોપ લોસ 48,600 રૂપિયા મૂકો અને લક્ષ્ય હોવું જોઈએ 49,200 રૂપિયા.
કોટક સિક્યુરિટીઝના રવિન્દ્ર રાવે ગોલ્ડના ભાવને (Gold Price) લઇને કહ્યું કે, તેને લઇને સતર્ક રહેવાની જરૂરિયાત છે. તેનો ભાવ 48,500-48,600 રૂપિયાની આસપાસ રહેવાની આશા છે. તેમણે કહ્યું કે, ગોલ્ડના ભાવ જ્યાં સુદી 48,600 છે તેને ખરીદી શકો છો. તો બીજી તરફ તેમણે કહ્યું કે, 48,500 રૂપિયા પર સોનું સપોર્ટ કરી શકો છો. 49,700 ઉપર ગયા બાદ તેમાં તેજી આવશે. રવિન્દ્ર રાવે આશા વ્યસ્ત કરી છે કે માર્ચના અંત સુધીમાં સોનાનો ભાવ 51,000 સુધી પહોંચી શકે છે.
મોતીલાલ ઓસવાલના અમિત સજેજાએ કહ્યું છે કે, આજના ઓપનિંગ બાદ તેમાં કરેક્શન જોવા મળ્યું છે. અહીંથી તેમાં તેજી જોવા મળી શકે છે. તેમણે 49,000 ના ભાવ સુધી ગોલ્ડ (Gold Price) ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, 49,350 રૂપિયા અહીં Gold માટે પ્રથમ hurdle હશે. પરંતુ શોર્ટ ટર્મ માટે 49,350 આ ટાર્ગેટ હોઈ શકે છે.
મોતીલાલ ઓસવાલના અમિત સજેજાએ પણ માન્યું છે કે, ચાંદી (Silver Price) ગોલ્ડની સરખામણીએ સારું ઓપ્શન છે. તેમણે કહ્યું કે, MCX પર ચાંદીને 66,500 રૂપિયા પ્રતિ કિલો ખરીદી શકો છો. સ્ટોપ લોસ 65,800 રૂપિયા મૂકો અને લક્ષ્ય 67,050 રૂપિયા રાખો.
રેલિગેર બ્રોકિંગના સુગંધા સચદેવે કહ્યું કે, કોઈ ચાંદી (Silver Price) ખરીદી શકે છે. ચાંદી માટે 66,500 રૂપિયા શોર્ટ ટર્મ બેઝ બન્યો છે. જ્યારે 67,800 રૂપિયા પર તેના માટે એક રજિસ્ટેન્સ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ચાંદીનો રેટ આવનારા દિવસોમાં 69,500 સુધી પહોંચી શકે છે.
કોટક સિક્યુરિટીઝના રવિન્દ્ર રાવે ચાંદીને (Silver Price) લઇને કહ્યું કે, તેના ભાવમાં વધારે ઘટાડો નહીં આવે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં ચાંદી MCX પર 69,000-70,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો ચાંદી 66,000 રૂપિયા પ્રતિ કિલોથી નીચે જાય છે તો ખરીદી શકો છો. સ્ટોપ લોસ 64,000 રૂપિયા મૂકો. લક્ષ્ય 70,000 રૂપિયા રાખો.