PICS: 1400 મીટરની ઉંચાઇ પર હથેળી પર ઝૂલતો Golden Bridge

Thu, 02 Aug 2018-2:26 pm,

વિયતનામ પોતાની કુદરતી સૌદર્યથી હંમેશા પર્યટકોને આકર્ષે છે.  તેના લીધે વિયતનામમાં પર્યટકોને આકર્ષવા માટે એકથી વધુ અજૂબા બનાવવામાં આવ્યા છે. વિયતનામનો ગોલ્ડન બ્રિજ પર્યટકોના આકર્ષણનું કેંદ્ર બન્યો છે. આ બ્રિજને તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે પ્લેનમાંથી જોતાં લાગે છે કે બે હાથ વડે બ્રિજને ઉપાડવામાં આવ્યો છે. આ બ્રિજની સુંદરતા અને ડિઝાઇન પર્યટકોને ખૂબ આકર્ષે છે. 

આ બ્રિજને જૂન મહિનામાં પર્યટકો માટે ખોલવામાં આવ્યો છે. આ સમુદ્રતટથી 1400 મીટર ઉંચાર પર સ્થિત છે. 

વિયતનામના આ બ્રિજને આખી દુનિયામાં ગોલ્ડન બ્રિજના નામે ઓળખવામાં આવે છે, જોકે સ્થાનિક લોકો તેને કાઉ વાંગ બ્રિજના નામે ઓળખે છે.

જેટલા પણ પર્યટક અત્યાર સુધી આ બ્રિજને જોવા માટે પહોંચ્યા છે, તેમનો અનુભવ શાનદાર રહ્યો છે. આ તેમના માટે રોમાંચકારી અનુભવોમાંનો એક છે. 

પર્યટકોના અનુસાર, આ બ્રિજ આર્ટિટેક્ટ (વાસ્તુકલા)નો બેજોડ નમૂનો છે. બે બનાવટી હાથ જ આ બ્રિજના પિલર છે, જેના પર ટકેલો છે. ગોલ્ડન કલરનો બ્રિજ સૂર્યની રોશનીમાં ગજબ સુંદર લાગે છે.

આ બ્રિજ ડા નાંગ્સા બાના હિલ્સની ઉપર બનાવવામાં આવ્યો છે. જૂનમાં પર્યટકો માટે ખોલ્યા બાદ અત્યાર સુધી લાકો તે બ્રિજને જોવા માટે પહોંચ્યા છે. 

દૂરથી જોતાં એવું લાગે છે કે એક રસ્તો આકાશમાંથી ઉતરી રહ્યો છે અને બે હાથ વડે તેને પકડવામાં આવ્યો છે. 

નઝારાને વધુ સુંદર બનાવવા માટે બંને તરફ અલગ-અલગ ફૂલ લગાવવામાં આવ્યા છે. તેના લીધે સુંદરતા વધુ વધી જાય છે. (તમામ ફોટો સાભાર Reuters)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link