પતંગ રસિયાઓ ખાસ વાંચી લેજો...કાલે સવારે, બપોરે અને સાંજે કેવો રહેશે પવન, જાણો અંબાલાલની આગાહી

Sat, 13 Jan 2024-5:24 pm,

ઉત્તરાયણમાં ગુજરાતીઓને એક જ સવાલ હોય છે, પવન કેવો રહેશે. પતંગ-દોરી, ફટાકડા, ઊંધિયા-જલેબીનો ખર્ચો કર્યા બાદ જો પવન ન હોય તો કોઈ મજા નથી. ઉત્તરાયણની આખી મજ્જા પવન છે, નહિ તો આખો તહેવાર ફિક્કો બની જાય છે. લોકો બુઝેલા મોઢે અગાશી પર નજર દોડાવ્યા કરતા હોય છે. પવન હોય તો પતંગ ઉડે. પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી કરી દીધી છે.   

આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. આગાહી અનુસાર, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે, તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે. 

આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. સવારે 13 કિમી, બપોરે 20 કિમી, અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જોકે, બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 14 જાન્યુઆરીએ 10 કિમી ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે. એટલે ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર સુધી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. 

વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.

ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે, દ્વારકામાં 25 કિમિ ઝડપે પવન ફૂંકાશે, ઓખા, દ્વારકા અને કચ્છમાં 20 કિમિ ઝડપે પવન ફૂંકાશે, પૂર્વ ગુજરાતમાં 8 થી 10 કિમી ઝડપે પવન ફૂંકાશે, દક્ષિણ ગુજરાત 20 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10 થી 12 કિમી ઝડપે પવન ફૂંકાશે અને મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન રહેશે.

ઉત્તરાયણ પર વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે, ઉતરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.  જોકે, ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહિવત છે. સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે. પરંતું જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે. ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થતા વધુ ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે. આ વર્ષે એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મે મહિનામાં વધુ ગરમી પડશે. અલનીનોના કારણે આ વખતે સિસ્ટમ નહિ બનતા વાતાવરણમાં બદલાવ રહ્યો છે. 

તો હવામાન વિભાગની આગાહી પણ પતંગના રસિકો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 14 જાન્યુઆરીએ સારો પવન ફુંકાશે. આ દિવસે 15-20 km પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. 4 જાન્યુઆરીએ રાજ્યમાં ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. ઠંડીની વાત કરીએ તો, આજના દિવસે અમદાવાદમાં 16.5 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link