મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી, લોંચ થશે Samsung નો 5G સ્માર્ટફોન

Thu, 06 Dec 2018-2:44 pm,

વેરીઝોનમાં વાયરલેસ ડિવાઇસ એન્ડ પ્રોડક્ટ માર્કેટિંગના ઉપાધ્યક્ષ બ્રાયન હિગિંસે કહ્યું, 5G મોબાઇલ કનેક્ટિવિટીના નવા યુગનું સૂત્રપાત કરશે, જેથી લોકોને અત્યાર સુધી અસંભવ લાગતી ગતિએ ડેટાથી કનેક્ટ કરવાની તક પુરી પાડશે. 

સેમસંગ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં પોતાના 5G સુવિધાવાળા ઉત્પાદનોનું મોટાપાયે ટ્રાયલ શરૂ કરશે. તે ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમની સાથે મળીને આ ટ્રાયલને શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સેમસંગ ઇન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેંટ અને નેટવર્ક બિઝનેસ હેડ શ્રીનિવાસ સુંદરરાજનના અનુસાર કંપની ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમની સાથે મળીને 2019ના પ્રથમ ત્રિમાસિકમાં નવી દિલ્હીમાં 5G સેવાનું ટ્રાયલ કરશે. કંપની 5G સેવા હેઠળ હેલ્થકેર, એગ્રીકલ્ચર અને સ્માર્ટ સિટી સર્વિલેંસ જેવા ક્ષેત્રોમાં પણ 5G ટેક્નોલોજીને લઇને કામ કરી છે. 

વિભિન્ન શહેરોમાં ગ્રાહકો માટે 5G વ્યવસાયિક સેવા માટે સેમસંગ અને વેરીઝોને સાથે-સાથે ભારે ફાયદો કર્યો છે. હવે અમે તમને હાથમાં 5G ની તાકાત લાવનાર સ્માર્ટફોન બનાવવા માટે ભાગીદારી કરી રહ્યા છે. 

5G મોબીલિટી સેવા વ્યાપક બેંડવિથ, કનેક્ટિવિટી માટે સારી તક પુરી પાડવાની સાથે-સાથે નેટવર્ક વિશ્વસનીયતાને વધારશે. લાગૂ થયા બાદ આ તમને વર્તમાનમાં એલટીઇ નેટવર્ક પર ઉપલબ્ધ 4G નેટવર્ક સેવાથી અનેક ગણી ફાસ્ટ ડાઉનલોડ સ્પીડ પુરી પાડશે. 

સેમસંગ પહેલાં જ અમેરિકા અને કોરિયામાં 5G સેવાઓ પર કામ કરી રહી છે. આ નવી ટેક્નોલોજી ભારતમાં એક ક્રાંતિની માફક રહેશે. આ ટેક્નોલોજીનો વધુ લાભ લેવા માટે અમે કેટલાક સોફ્ટવેર અપડેટ કરવા પડશે. 5G સેવાને લઇને અમે ઘણા ભાગીદારો સાથે વાત કરી રહ્યા છીએ. પરંતુ રિલાયન્સ જિયો કંપનીનું હમેશા પ્રાઇમ પાર્ટનર રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link