Whatsapp અને સરકાર વચ્ચે થઈ તકરાર, જાણો સરકાર કરી શકે છે નિયમોમાં કેટલાંક ફેરફાર
સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દેશમાં અફવા ફેલાવવા પર રોક લગાવવા માગે છે, એટલે જ ભારત સરકારે નવી યુક્તિ તૈયાર કરી છે. જેની મદદથી દેશમાં વ્હોટ્સએપના માધ્યમથી અફવા ફેલાવવા વાળાને આસાનીથી પકડી શકાશે.
મળેલી માહિતી અનુસાર ભારત સરકારે વ્હોટ્સએપથી Alpha-Numeric Hash Assigning System લાગુ કરવાનું કહ્યું છે. આ સિસ્ટમ લાગુ થયા પછી અફવા ફેલાવનારને આસાની પકડી શકાશે.
Alpha-Numeric Hash Assigning System અંતર્ગત વ્હોટ્સએપના દરેક મેસેજની સાથે એક ખાસ નંબર જનરેટ થશે. આ સિસ્ટમથી મેસેજ સેન્ડ કરનારને સરળતાથી ટ્રેક કરી શકાશે.
વ્હોટ્સએપ હાલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. જેથી કરીને મેસેજ ખાલી સેન્ડર અને રિસીવરની વચ્ચે જ રહેતો હોય છે. પરંતુ સરકારનું કહેવું છે કે નવી સિસ્ટમથી વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસીને કોઈ અસર નહીં પહોંચે.
કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવને વ્હોટ્સએપ માનવા તૈયાર નથી, પરંતુ સરકારનું કહેવું છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો.