અહીં ઘર ખરીદતાની સાથે જ સરકાર આપે છે સાડા સાત લાખ રૂપિયા, તમામ સુખ સુવિધાઓ પણ એકદમ ફ્રી
દુનિયાના નક્શા પર એક દેશ છે ન્યૂ હેવન સિટી. અહીંની સરકાર પોતાના દેશમાં વસવા માટે લોકોને 10,000 ડોલર આપે છે. ભારતીય કરન્સીમાં જોઈએ તો સાડા સાત લાખ રૂપિયા થાય. શિફ્ટ થનારા લોકોને તમામ સુખ સુવિધા ફ્રી મળે છે. અહીં રહેનારા બાળકોને શિક્ષણ વિના મૂલ્યે આપવામાં આવે છે.
અમેરિકાનું એક શહેર છે અલાસ્કા. જો તમે ત્યાં શિફ્ટ થવા માંગતા હોવ તો ત્યાંની સરકાર તમને 2000 ડોલર એટલે કે દોઢ લાખ રૂપિયા આપશે. આ કારણસર કેટલાક વર્ષોમાં અલાસ્કામાં વસનારાઓની સંખ્યા વધી છે. અમેરિકાની સરકાર ઈચ્છે છે કે લોકોની સંખ્યા વધે તો ત્યાં વિકાસ થઈ શકશે. સારી વાત એ છે કે અહીં ઘર પણ સસ્તા મળે છે.
થાઈલેન્ડની સરકાર પણ પોતાના ત્યાં વસવાટ માટે પૈસા આપે છે. ગત કેટલાક વર્ષોમાં આ દેશમાં ખુબ ઝડપથી વિકાસ થયો છે. અહીં દેશ પોતાના ત્યાં સંસ્કૃતિ અને વેપારને પ્રોત્સાહન આપવા માટે ભરપૂર કોશિશ કરી રહ્યો છે. અહીંની સરકારે અમેરિકા અને કેનેડાના લોકોને પોતાના ત્યાં વસવાટ માટે આમંત્રિત પણ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાના અ્ય દેશોની સરખામણીમાં આ દેશ ઘણો સસ્તો છે.
અમેરિકામાં એક શહેર છે વર્મોટ, અહીં વસવાટ માટે સરકાર તમામ સુખ સુવિધા ફ્રી આપે છે. વાત જાણે એમ છે કે સરકાર અહીં કર્મચારીઓની કમી પૂરી કરવા માંગે છે. આ કારણે ઈચ્છે છે કે લોકો અહીં આવીને વસે. અહીં તમે વર્કિંગ વિઝા ઉપર પણ આવી શકો છો. સ્વાસ્થ્ય સુવિધાઓ અને શિક્ષણ અહીં ખુબ સારી સ્થિતિમાં છે.
એશિયા મહાદ્વીપમાં એક દેશ છે વિયેતનામ. અહીં દેશ ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. અહીંની સરકાર પોતાની અર્થવ્યવસ્થા અને વેપારને પ્રોત્સાહન આપવા માટેની કોશિશો કરી રહી છે. અહીં રહેવું દુનિયાના અનેક દેશો કરતા સસ્તું છે. અહીં નોકરી ખુબ સરળતાથી મળી જાય છે.
એશિયા મહાદ્વીપમાં એક ખુબ જ સુંદર દેશ છે દક્ષિણ કોરિયા. અહીં ખુબ ઝડપથી વિકાસ કાર્યકામ ચાલુ છે. અંગ્રેજી જાણનારા લોકોને અહીં નોકરી સરળતાથી મળી જાય છે. સારા શિક્ષણ સાથે દક્ષિણ કોરિયામાં રહેવાનો માહોલ પણ સારો છે. અહીં તમે વર્કિંગ વિઝા ઉપર પણ જઈ શકો છો.