Recruitment 2023: એગ્રીકલ્ચર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી, 10 એપ્રિલ પહેલા અરજી કરો

Wed, 22 Mar 2023-4:55 pm,

આ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. આ ભરતી અભિયાન દ્વારા હરિયાણામાં સબ ડિવિઝનલ એગ્રીકલ્ચર ઓફિસરની 37 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 1000 ચૂકવવાના રહેશે.

ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કૃષિમાં B.Sc (ઓનર્સ) કરેલ હોવું જોઈએ. આ સિવાય મેટ્રિક/ઇન્ટરમીડિયેટ/બીએ/એમએમાં હિન્દી અથવા સંસ્કૃત વિષયનો અભ્યાસ કરેલ હોવો જોઇએ.

 

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો HPSC ની અધિકૃત વેબસાઇટ hpsc.gov.in પર જઈને આ ભરતી માટે ઑનલાઇન અરજી કરી શકે છે. હરિયાણા પબ્લિક સર્વિસ કમિશને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 નક્કી કરી છે.

 

 

સબ ડિવિઝનલ એગ્રીકલ્ચર ઓફિસરની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 થી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને રાજ્ય સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

 

આ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ લેવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 44,900 થી રૂ. 1,42,400 સુધીનો પગાર આપવામાં આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link