સરકાર આવતીકાલે લોન્ચ કરશે 125 રૂપિયાનો સિક્કો, કેવો દેખાશો અને શું છે કારણ, જાણો

Fri, 22 Jan 2021-12:31 pm,

ભારતીય રેલવેએ પણ નેતાજીની 125 વર્ષગાંઠ પર હાવડા-કાલકા મેલનું નામ બદલીને 'નેતાજી એક્સપ્રેસ' રાખી દીધું છે. 

આ પહેલાં 29 ઓક્ટોબર 2019ના રોજ પ્રસિદ્ધ યોગી અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડીયા અને સેલ્ફ-રિયલાઇઝેશન ફેલોશિપના સંસ્થાપક પરમહંસ યોગાનંદની 125મી જન્મજયંતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણએ 125 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો હતો. પરમહંસ યોગાનંદને પશ્વિમી દેશોમાં 'યોગ પિતા તરીકે પણ ઓળખાય છે. 

સિક્કાના પાછળના ભાગમાં નેતાજીનું ચિત્ર હશે. તેના ઠીક ઉપર હિંદીમાં લખેલું હશે 'નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મું જયંતિ વર્ષ. નીચલા ભાગમાં અંગ્રેજીમાં લખ્યું હશે '125TH BIRTH ANNIVERSARY YEAR OF NETAJI SUBHAS CHANDRA BOSE'. નીચે લોન્ચ કરવાનું વર્ષ 2021 અંકિત હશે.  

નેતાજીની 125મી જયંતિ પર લોન્ચ થઇ રહેલા સિક્કાની આગળના ભાગમાં વચ્ચે અશોક સ્તંભની આકૃતિ હશે, આ આકૃતિની નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે. ડાબી પરિધિ પર દેવનાગરીમાં 'ભારત' અને જમણી પરિધિ પર અંગ્રેજીમાં 'INDIA' અંકિત હશે. અશોક સ્તંભની ઠીક નીચે રૂપિયાના પ્રતિક ચિન્હ સાથે અંકમાં સિક્કાનું મૂલ્ય એટલે કે 125 લખેલું હશે.

125 રૂપિયાનો સિક્કો ગોળ હશે, બહારી આકાર 44 મિલીમીટર હશે, કિનારા પર તેના 200 ધાર બનેલી હશે. આ સિક્કો 4 ધાતુઓમાંથી બનેલો હશે. તેમાં 50 ટકા ચાંદી હશે. 40 ટકા તાંબું, 5 ટકા નિકિલ અને 5 ટકા જસત હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. 

23 જાન્યુઆરીના રોજ આઝાદ હિંદ ફૌજના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી વર્ષગાંઠ છે. તાજેતરમાં જ ભારત સરકારે નેતાજીના જન્મદિવસને 'પરાક્રમ દિવસ'ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ અવસર પર ભારત સરકાર 125 રૂપિયાના મૂલ્યનો સિક્કો જાહેર કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link