2025માં 4 શક્તિશાળી ગ્રહો ટૂંકા ગાળામાં બદલશે રાશિ, 3 રાશિવાળાને ખાડેથી સિંહાસને બેસાડશે! અકલ્પનીય બંપર લાભ થશે
વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2025માં 29 માર્ચના રોજ કર્મફળ દાતા શનિ 12મી રાશિ મીનમાં ગોચર કરશે. ત્યારબાદ ગુરુ ગ્રહ 14મી મેના રોજ મિથુનમાં પ્રવેશ કરશે. 18મીમેના રોજ રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે. હવે આ મોટા ગ્રહોના ગોચરથી 3 રાશિઓ પર સારી અસર જોવા મળી શકે છે.
શનિ ગ્રહ, ગુરુ ગ્રહ, રાહુ ગ્રહ, અને કેતુ ગ્રહના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોને લાભ થશે. નોકરી કરતા હોવ, વેપાર કરતા હોવ, દરેક કામમાં સફળતા મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. પગારમાં વધારો થવાની શક્યતા છે. વડીલોનો સાથ મળશે. જેના કારણે તમે દરેક કામમાં પ્રગતિ કરી શકશો.
કર્ક રાશિ માટે પણ ચાર ગ્રહોનું ગોચર ખુબ લાભકારી રહેશે. ઓફિસમાં બોસ તમારા કામના ખુબ વખાણ કરશે. જેનાથી પ્રમોશનના યોગ છે. આર્થિક રીતે મજબૂત થશો. વેપારીઓને વેપારમાં પ્રગતિ થવાના અવસર મળશે. વેપારીઓ માટે આવનારો સમય ઉત્તમ રહેશે. પરિજનો સાથે સમય વિતાવવાથી સંબંધ મજબૂત થશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
કુંભ રાશિ માટે શનિ, ગુરુ, રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન ખુબ લાભકારી રહેશે. દરેક કામમાં સફળતા મળવાની તકો મળશે. નવા કાર્યોમાં ખાસ રસ રહેશે. નોકરીયાતો માટે સમય સારો રહેશે. જે કાર્ય કરવાનું વિચારશો તેમાં જરૂર સફળ થશો. આપસી પ્રેમ વધશે અને સંબંધ મજબૂત થશે. પ્રગતિ માટે નવી નવી તકો ઊભી થશે. જાતકો માટે સમય સારો રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.