હાલ ખુબ જ ખુશખુશાલ છે શનિદેવ! રાહુ-શનિની કૃપાથી આ રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભના પ્રબળ યોગ

Mon, 07 Oct 2024-5:48 pm,

વૈદિક જ્યોતિષ મુજબ શનિ ગ્રહ એક નિશ્ચિત સમય પર નક્ષત્ર અને રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ દેશ દુનિયા, રાશિઓ અને મનુષ્યો પર સીધી રીતે પડે છે. કર્મફળના સ્વામી શનિદેવ 3 ઓક્ટોબરના રોજ બપોરે 12.30 કલાકે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ રાહુ છે. જે શનિના મિત્ર છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે મિત્રની રાશિમાં ગ્રહ 'મુદિત' એટલે કે પ્રસન્ન અવસ્થામાં રહે છે. પરિણામ સ્વરૂપે તેઓ શુભ ફળ આપે છે. શતભિષા નક્ષત્રમાં શનિ ગોચરથી 5 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ રાહુ કૃપાથી આ રાશિના જાતકોને આકસ્મિક રીતે અપાર ધનલાભ થવાથી તેમના ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો આ 5 લકી રાશિઓ વિશે...

શતભિષા નક્ષત્રમાં શનિ ગોચરથી બનેલા રાહુ શનિના સંયોગની વૃષભ રાશિના જાતકો પર સકારાત્મક અસર થવાના યોગ છે. વધારાની આવકના સ્ત્રોત ખુલી શકે છે. રોકાણથી લાભ થશે. વર્ક પ્લેસ પર માન સન્માન વધશે, પ્રમોશનના યોગ બની રહ્યા ચે. નવા ગ્રાહકો મળવાથી વેપારનો પણ વિસ્તાર થશે. નવા ઉદ્યોગોમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. લગ્નજીવન ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીઓ દૂર થશે. 

રાહુ-શનિના સંયોગથી મિથુન રાશિના જાતકો પર અનુકૂળ અસર પડશે. વેપારમાં વધારો થશે. પ્રમોશનના યોગ  બની રહ્યા છે. નવી તકો મળવાથી કરિયરમાં ઉન્નતિ થશે. પાર્ટનરશીપમાં લાભ  થશે. વ્યાપારિક યાત્રાઓ સફળ રહેશે. નવા સ્ટોર ખોલવા માટે અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને ટીચરનું માર્ગદર્શન મળશે. જ્ઞાનમાં વધારો થશે. માતા પિતાના આશીર્વાદ મળશે. વિવાહના યોગ બની રહ્યા છે. લવ મેરેજ માટે અનુકૂળ સમય છે. માનસિક દબાણ ઓછું થશે. આત્મવિશ્વાસ વધશે. 

શતભિષા નક્ષત્રમાં શનિનું ગોચર કન્યા રાશિવાળાને ફાયદાકારક રહેશે. અટવાયેલું ધન પરત મળશે, આકસ્મિક ધનલાભના યોગ છે. ઓફિસ ટીમ વર્ક સારું રહેશે. કલીગનો સહયોગ મળશે. ઓનલાઈન વેપારમાં વધારો થશે. માર્કેટિંગ રણનીતિઓ સફળ રહેશે. ટેક્નિકલ ક્ષેત્રે ઈનોવેશન થશે, નવી પ્રોડક્ટ વિક્સિત થશે. વિદ્યાર્થીઓને રિસર્ચ વર્કમાં સફળતા મળશે. પરિવાર સાથે મુસાફરી પર જવાનો યોગ બની રહ્યો છે. લાઈફ પાર્ટનરનો સહયોગ મળશે. સંબંધોમાં મધુરતા આવશે. પાચનતંત્ર મજબૂત થવાથી સ્વાસ્થ્ય ઠીક રહેશે.   

રાહુ શનિના સંયોગથી તુલા રાશિના જાતકોને લોટરી કે અન્ય સ્ત્રોતથી અચાનક ધનલાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રે રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. નવી જવાબદારીઓ મળી શકે છે. નવા ઉત્પાદનો લોન્ચ કરવા માટે અનુકૂળ સમય છે. કર્મચારીઓનું પ્રદર્શન સારું ર રહેશે. ઉત્પાદકતામાં વધારો થશે. સીઝનલ ઉત્પાદનોનું વેચારણ સારું રહેશે. વિદેશ જવાની તક મળી શકે છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. રોમાન્સમાં વધારો થશે, પ્રેમ સંબંધ ગાઢ બનશે. શારીરિક ઉર્જાના સ્તરમાં વધારો થશે.   

કુંભ રાશિના જાતકો માટે આ સમય ભાગ્યોદયનો સમય હોઈ શકે છે. રિયલ એસ્ટેટથી લાભ થશે. સંપત્તિમાં વધારો થશે. નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. મહત્વપૂર્ણ યોજનાઓનું નેતૃત્વ કરવાની તક મળશે. વેપારી હરીફો પર વિજય મળશે. મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. ગ્રાહકો સાથે સારા સંબંધ થશે. ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધ મધુર બનશે. કૌટુંબિક જીવનમાં ખુશીઓ આવશે. ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link