આ ઉનાળુ વેકેશનને તમે યાદગાર બનાવવા ઈચ્છો છો? SVPI એરપોર્ટ પર કરાઈ શાનદાર વ્યવસ્થા

Fri, 12 May 2023-7:54 pm,

આ ઉનાળુ વેકેશનને આપ યાદગાર બનાવવા ઈચ્છો છો? શું આ વેકેશનના સંભારણાને આપ આકર્ષક સેલ્ફી અને ફેમીલી ફોટામાં ફ્રીઝ કરવાનું વિચારી રહ્યા છો? તો SVPI એરપોર્ટ પર તેની બરાબર તજવીજ કરવામાં આવી છે.

એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગની અંદર અને બહાર ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. 70-દિવસ ચાલનારા સમર કાર્નિવલની શરૂઆત 23મી એપ્રિલથી થઈ ચૂકી છે. મુસાફરો 30 થી વધુ આઉટલેટ્સ અને સેંકડો ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લઈ શકે છે. આપના મિત્રો અને પરિવાર માટે સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાથી લઈને વિવિધ ગિફ્ટિંગ વિકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. 

જેમાં ફૂડ અને બેવરેજીસથી લઈને રિટેલ અને સર્વિસીઝ પર કોમ્બોઝનો લાભ લઈ શકો છે. નાસ્તો, ગ્વાલિયા, સબવે, મેકવી, હોકો ઈટેરી, રેર પ્લેનેટ અને સંકલ્પ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ સહિત કાર્નિવલમાં 30 થી વધુ આઉટલેટ્સ ભાગ લઈ રહ્યા છે; તેમાં દરેક માટે કંઈક સુપરકૂલ છે!

મુસાફરો સમર કાર્નિવલ દરમિયાન ખાસ આયોજિત જરદોશી અને ભરતકામ વર્કશોપ જેવી કેટલીય કલા પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. હસ્તકળાને લગતી પ્રવૃત્તિઓ સાથે આપના પ્રવાસનના અનુભવને આનંદદાયક બનાવવા એરપોર્ટ પર આકર્ષક સજાવટ, સેલ્ફી બૂથ અને એન્ગેજમેન્ટ કિઓસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરો માટે શોપીંગને સુલભ બનાવવા તાજેતરમાં અદાણી વન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેના થકી સમગ્ર એરપોર્ટ પરિસરમાં QR કોડ સ્કેન કરતાની સાથે જ એપ્લિકેશન અને વેબસાઇટ પર વિવિધ ઑફર્સ જાણી શકાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link