લગ્નના 3 દિવસ પહેલાં વરરાજાને થયો Corona,વરરાજાએ જુગાડ લગાવી કર્યા લગ્ન
અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California)માં રહેનાર પૈટ્રિક ડેલગાડો અને લોરેન જિમેનઝ એકદમ વિચિત્ર રીતે લગ્નના બંધનમાં બંધાયા છે. જોકે લગ્નના ત્રણ દિવસ પહેલાં દુલ્હન કોરોના પોઝિટિવ (Corona Positive Bride)નિકળી ગઇ. બધાને લાગ્યું કે આ લગ્ન થઇ શકશે નહી. પરંતુ વરરાજા અને કન્યાએ મળીને એવી તરકીબ નિકાળી કે દરેક જણ જોતું રહી ગયું.
તસવીરોમાં તમે જોઇ લીધું હશે કે વરરાજા અને દુલ્હને લગ્ન માટે કેવી અનોખી રીત અજમાવી. આ ફોટાને જેસિકા જૈક્સન નામના ફોટોગ્રાફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.તેમણે ફોટો પોસ્ટ કરતાં લખ્યું 'લગ્નથી ત્રણ દિવસ પહેલાં જ્યારે તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તો તમે શું કરશો? પરંતુ એક શાનદાર આઇડિયાથી લોરેન જિમેનેઝએ કોરન્ટાઇન (Quarantine)માં રહ્યા પછી પણ પૈટ્રિકથી લગ્ન કર્યા.
હવે આ અનોખા લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે દુલ્હન એક બારી પર બેઠી છે અને વરરાજા નીચે જમીન પર ઉભો છે. બંને એક દોરડાથી બંધાયેલા છે. તેમનો આ આઇડિયાની દરેક પ્રશંસા કરી રહ્યા છે.