ગુજરાતના 5 સાંસદ બનશે મંત્રી, પણ રૂપાલા-દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાશે
શપથગ્રહણ પહેલા નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે કરી ચાય પે ચર્ચા કરી હતી. PM આવાસમાં અનેક સીનિયર અને નવા ચહેરાઓ સાથે મોદીએ વાર્તાલાપ કર્યો હતો. શપથ બાદ ત્વરિત કામ પર લાગી જવા પીએમ દ્વારા સુચન કરાયું હતું. નવી NDA સરકારમાં 60થી 65 મંત્રીઓનું જમ્બો મંત્રીમંડળ હશે. આ નવા મંત્રીમંડળમાં 7થી 8 મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. વર્તમાન અનેક મંત્રીઓની બાદબાકી કરાઈ છે.
મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 5 સાંસદને સ્થાન મળી શકે છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ મંત્રી બનશે. રાજ્યસભા સાંસદ એસ.જયશંકર મંત્રી બનશે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ મંત્રી બનશે. પાટીલ રેકોર્ડબ્રેક 7.50 લાખથી વધુ મતોથી જીત્યા છે. તો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પણ ફરી મંત્રી બનશે. નવા મંત્રીમંડળમાં કોળી ચહેરાને ફરી સ્થાન મળી શકે છે. ભાવનગરના સાંસદ નિમુબહેન બાંભણિયા મંત્રી બની શકે છે.
મોદી સરકારની ગત ટર્મમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. ત્યારે આ વખતે નવા મંત્રીમંડળમાં રૂપાલાનું પત્તુ કપાય તે નક્કી છે. ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની પણ બાદબાકી થશે.
નવી સરકારનું 60થી 65 મંત્રીનું મંત્રીમંડળ હશે. નવા મંત્રીમંડળમાં 7થી 8 મહિલાનો સમાવેશ કરાશે. જેમાં ગુજરાતમાંથી 5 સાંસદ મંત્રી બનશે. સંભવિત મંત્રીમંડળના સભ્યોએ પીએમ સાથે ચાય પે ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદી સાથે તમામ સભ્યોએ ચર્ચા કરી હતી. શપથ બાદ ત્વરિત કામે લાગી જવા સુચન કરાયું હતું. તમામ સંભવિત મંત્રીઓને મોદીએ માર્ગદર્શન આપ્યું હતું. NDAના સાથી પક્ષોના સાંસદોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે.
આજે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આજે સાંજે સવા સાત કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી અને તેમનું મંત્રી મંડળ શપથ લેશે. આજનો દિવસ ખાસ એટલા માટે છે, કારણ કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બની ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી પ્રધાનમંત્રીના પદ માટે હેટ્રિક કરનાર નરેન્દ્ર મોદી પહેલા નેતા છે. પ્રધાનમંત્રીની સાથે ક્યા ક્યા સાંસદો મંત્રી પદની શપથ લે છે તેના પર પણ સૌની નજર છે.