અત્યંત દર્દનાક: અમદાવાદના ઈતિહાસનો સૌથી ભયાનક અકસ્માત!, 9ના જીવ ગયા, Photos જોઈ હચમચી જશો
અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે મોડી રાતે એક વાગ્યાની આજુબાજુ ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે 3 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અમદાવાદના ઈતિહાસમાં આવો અકસ્માત કદાચ પહેલા જોયો નહીં હોય. એક અકસ્માતને જોવા લોકો ભેગા થયા અને બેકાબૂ સ્પીડે દોડી રહેલી કારે 9 લોકોને કચડી નાખ્યા. જેમાંથી 6 લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. મૃતકોમાંથી મોટા ભાગના 21થી 23 વર્ષની વયના છે. અને બોટાદ- સુરેન્દ્રનગરના છે.
ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના એક હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું.આ સાથે જ બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોના મોત થયા.
અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પ્રજ્ઞેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કારમાં એક યુવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
કાર રાજપથ ક્લબ તરફથી આવી રહી હતી અને તેની સ્પીડ 160ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 30 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા.
અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા. મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા.
ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર સાથે રફૂચક્કર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ 9માંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
અકસ્માત સર્જનાર યુવક ગોતા વિસ્તારનો કુખ્યાત વ્યક્તિનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. ગોતાના પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે અને અકસ્માત સમયે કારની સ્પીડ 150ની આજુબાજુ હતી.
પ્રજ્ઞેશ પટેલ 2020 રાજકોટ ગેંગરેપના કેસમાં હતો સામેલ.
અકસ્માત બાદ રાત્રે ટોળાએ તથ્યને ખુબ માર માર્યો હતો. તથ્યને ટોળાથી છોડાવી પિતા પ્રજ્ઞેશ પટેલ જ રાત્રે લઇ ગયો.
પ્રજ્ઞેશ પટેલે રાત્રે સ્પોટ પર પહોંચી પોલીસ સાથે પણ કરી હતી દાદાગીરી. તથ્યને લઈ સારવાર માટે પ્રજ્ઞેશ પટેલ સિમ્સ પહોંચ્યો હતો.
કારથી અકસ્માત સર્જનારો આરોપી તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ